રાજયના નાણાં, ઊર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇએ આજે કપરાડા તાલુકાના જીરવલ ખાતે 66 KV સબસ્ટેશનનું કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યુ હતું. મંત્રીએ સબસ્ટેશનના લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને તત્કાલી
.
મંત્રીએ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 3 કરોડ ઘરોમાં વીજળીના વપરાશનું બીલ ઓછું આવે તે માટે લોકોના ઘરો પર સોલાર પેનલ દ્વારા વીજળી મેળવી શકાય તે માટે PM સૂર્યોદય યોજના માટેનું આયોજન કર્યુ છે. જેમાં પણ દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. મંત્રીએ જેટકોના અધિકારીઓ અને કર્મચારીઓના કાર્યદક્ષતાના વખાણ કર્યા હતા. મંત્રીએ આ પ્રસંગે આપણા જીવનમાં અન્ન અને પાણીનું જેટલુ મહત્વ છે તેટલુ જ હવે વીજળીનું મહત્વ છે એમ જણાવ્યું હતું. જીરવલ ખાતે 66 KV સબસ્ટેશનના નિર્માણથી અંધારપાડા, કોલક, ભંડારકચ્છ, વરોલી અને વરણાના 11 KV ના 5 ફીડરો કાર્યાન્વિત થશે જેનાથી અંધારપાડા, વરણા, કોલક, ભંડારકચ્છ, વરોલી, કોઠાર, બાલચોંઢી, કાજલી અને વજવાડ ગામોના રહેણાંકના 3190, ખેતીવાડીના 703 વાણીજયના 64, ઓદ્યોગિક 4, વોટર વકર્સના 30, સ્ટ્રીટલાઇટના 12 મળી કુલ 4003 ગ્રાહકોને લાભ મળશે.
કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2001 માં ગુજરાતનું શાસન સંભાળ્યા પછી ગુજરાતના લોકોને ચોવીસ કલાક વીજળી મળી રહે તે માટે જયોતિગ્રામ યોજના પાયલોટ પ્રોજેકટ તરીકે ડાંગ જિલ્લામાંથી શરૂઆત કરી હતી જેના સારા પરિણામો મળતા આખા ગુજરાતમાં આ યોજના શરૂ કરી. કાર્યક્રમમાં જેટકોના એમ. ડી. ઉપેન્દ્ર પાંડેએ પ્રાંસગિક અને જેટકો વડોદરાના મુખ્ય ઇજનેર એ. બી. રાઠોડે સ્વગત પ્રવચન કર્યા હતા. આભારવિધિ નવસારી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર પી. એન. પટેલે કરી હતી. કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા, કારોબારી અધ્યક્ષ સુલોચના કુરકુટીયા, જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન ગાયકવાડ, તાલુકા સંગઠન પ્રમુખ રમેશભાઇ ગાંવિત, જીરવલના સરપંચ પ્રિયંકાબેન રડીયા, ડીજીવીસીએલ સુરતના મુખ્ય ઇજનેર એમ. જી. સુરતી, ધરમપુર અને કપરાડાના DGVCL નાયબ કાર્યપાલક ઇજનેર બેલાબેન જેટલી તેમજ જેટકોના જીરવલ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.