વલસાડના ઉમરગામ શહેરના દહાડ વિસ્તારમાં રહેતા રાજસ્થાની પરિવારની 19 વર્ષીય યુવતી 10 સપ્ટેમ્બરના રોજ બપોરે કોઈને કહ્યા વગર જતી રહી હતી. થોડા સમય બાદ પરિવારે યુવતીની ઘરમાં શોધખોળ કરતા યુવતી ઘરમાં મળી આવી ન હતી. પરિવારના સભ્યોએ યુવતીની ઘરની આજુબાજુના વિસ્
.
વલસાડ જિલ્લાના ઉમરગામના દહાડ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય સોસાયટીમાં H-405માં રહેતા 45 વર્ષીય વેપારી, ભાવરલાલ ભગારામ ચૌધરી તેમના પરિવાર સાથે રહે છે. તેમની 19 વર્ષીય દીકરી સંગીતા ચૌધરી 10મી નવેમ્બર 2024ના રોજ બપોરે 3:50 કલાકે ઘરે પરિવારના સભ્યોને કઈ પણ કહ્યા વગર ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી. થોડા સમય બાદ પરિવારના સભ્યોએ સંગીતાની ઘરમાં શોધખોળ કરતા ઘરમાં ક્યાંય મળી આવી ન હતી. જેથી પરિવારના સભ્યોએ ઘરની આજુબાજુના વિસ્તારમાં સંગીતાની શોધખોળ હાથ ધરી હતી. ઘટનાની જાણ સ્થાનિક અગ્રણીઓ અને પાડોશીઓને થતા પરિવારના સભ્યોએ તાત્કાલિક ઉમરગામ સહિત વલસાડ જિલ્લા અને આજુબાજુના સંઘ પ્રદેશ વિસ્તારમાં પ્રવાસન સ્થળો અને સંભવિત વિસ્તારોમાં યુવતીની શોધખોળ હાથ ધરી હતી. જોકે, યુવતી ક્યાંય મળી ન આવતા સંગીતા ચૉધારીના પરિવારના સભ્યોએ સગા સંબંધીઓને ત્યાં સંગીતાની શોધખોળ હાથ ધરી હતી. સંગીતા ચૌધરી ઘરે કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હોવાની ઉમરગામ પોલીસ મથકે સંગીતા ચૌધરીના પિતા ભરવલાલ ચૌધરીએ નોંધ કરાવી હતી. ઉમરગામ પોલીસે સંગીતા ચૌધરીની ગુમ થયાની નોંધ લઈને આગળની તપાસ હાથ ધરી હતી.