ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ(IML)ની મેચો વડોદરા શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમવાની છે. બરોડા ક્રિકેટ એસોસિએશનએ આજે તેની સત્તાવાર જાહેરાત કરી છે. IML ટુર્નામેન્ટ 22 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાવાની છે. જેની શરૂઆત નવી મુંબઈના ડી.વાય. પાટિલ સ
.
દિગ્ગજોનું ક્રીઝ પર કૌવત ફરી એકવાર જોવા મળશે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, જેક્સ કાલિસ, કુમાર સંગાકારા અને ઇયોન મોર્ગન જેવા માસ્ટર્સને તેમની સંબંધિત 6 ટીમોનું નેતૃત્વ કરી રહ્યા છે, જેથી આવા મહાન ખેલાડીઓનું ક્રીઝ પર કૌવત ફરી એકવાર જોવા મળશે. વડોદરા ખાતે આ સિરીઝ પૈકી 6 મેચો યોજાશે, જેમાં ભારત, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડીઓ ફરી એકવાર ગ્રાઉન્ડ પર પોતાનો જાદુ પાથરશે.
રાયપુર સેમી ફાઈનલ અને ફાઈનલની પણ યજમાની કરશે બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, અમે વડોદરામાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું સ્વાગત કરવા ઉત્સુક છીએ. BCA સ્ટેડિયમ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને ક્રિકેટ જગતના મોટા રમતવીરો પૈકી આ લીગ રમી રહેલા મહાન ખેલાડીઓને આવકારવા BCA સંપૂર્ણપણે તૈયાર છે. વડોદરા અને ગુજરાતના ચાહકો અદભૂત લીગ માટે તૈયાર છે કારણ કે, માસ્ટર્સ ફરી એકવાર મેદાનમાં ઉતરશે અને દર્શકોને તેમની તેજસ્વીતાથી મંત્રમુગ્ધ કરશે. નવી મુંબઈમાં પાંચ મેચો પછી, IML હવે વડોદરા આવશે, ત્યારબાદ મેચ રાયપુર જશે. રાયપુર સેમી ફાઈનલ અને ફાઈનલની પણ યજમાની કરશે.

વડોદરાના ટુરિઝમને પણ વેગ મળશે પ્રણવ અમીને વધુમાં જણાવ્યું હતું કે, આગામી 22 ફેબ્રુઆરીથી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ શરૂ થવાની છે. જેની છ મેચ વડોદરામાં રમાશે. જેની પ્રથમ મેચ વડોદરામાં 28 ફેબ્રુઆરીના રોજ રમવાની છે. જેમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, કેવિન પીટરસન, ક્રિસ ગેલ, સેન વોટ્સન, કુમાર સંગાકારા, યુવરાજસિંગ, સુરેશ રૈના, જાડેજા અને વડોદરાના પઠાણ બંધુઓ સહિતના ક્રિકેટર્સ રમતા જોવા મળશે. વડોદરાના લોકોને આવા માસ્ટર્સ ટી- 20 રમતા જોવા મળશે. વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સતત મેચો મળી રહી છે, જેથી અમને પ્રાઉડ ફીલ થઈ રહ્યો છે અને સતત મેચો રમાવાના કારણે વડોદરાના ટુરિઝમને પણ વેગ મળશે.

6 મેચ વડોદરામાં રમાશે બરોડા ક્રિકેટ એસોસિએશનના ટ્રેઝરર શીતલ મહેતાએ જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ માસ્ટર્સ ટી-20 લીગને સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર પ્રમોટ કરી રહ્યા છે. જેની 6 મેચ વડોદરામાં રમવાની છે. ઇન્ટરનેશનલ માસ્ટર લીગની બોડીમાં સુનિલ ગાવસ્કર, શૌન પોલોક, સર વિવિયન રિચાર્ડ મુખ્ય છે. ભૂતપૂર્વ ક્રિકેટરની જેમ ભૂતપૂર્વ અમ્પાયર પણ આવશે. જેમાં સાયમન ટોફેલ અને બીલી બાઈડન અમ્પાયરિંગ કરવા આવશે અને ગુંડપ્પા વિશ્વનાથ વડોદરાની તમામ છ મેચમાં મેચ રેફરીની ભૂમિકા ભજવશે.
