હિંમતનગર માર્કેટયાર્ડમાં રેશનીંગની દુકાનોના ગરીબોના ઘઉંની ખરીદી કરી સોરટેક્સનું કામ કરતાં વેપારીઓ પેકિંગ ઘઉંમાં મિલાવટ કરતાં હોવાની ચર્ચાઓને શનિવારે બપોરે મહેતાપુરાના હાથમતી નદીના ઢાળમાં 500 કિલો ઘઉંનો શંકાસ્પદ જથ્થો લઈ જતાં ઝડપાયેલ શખ્સની કબૂલાતે સમ
.
શનિવારે બપોરે મહેતાપુરાના હાથમતી નદીના ઢાળમાં શંકાસ્પદ અનાજના કોથળા ભરીને પસાર થઈ રહેલ લોડીંગ રિક્ષાને કેટલાક શખ્સોએ ઉભી રખાવી પૂછપરછ શરૂ કરતાં ગરીબોના અનાજને માર્કેટયાર્ડમાં વગે કરવાની સાંઠગાંઠનો પર્દાફાશ થયો હતો. રિક્ષામાં સવાર રાકેશભાઈ જીવાભાઈએ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે પોતે પોલટ્રીફાર્મમાં કોન્ટ્રાકટર છે અને અંદાજે 500 કિલો સડેલા ઘઉં ભરીને હિંમતનગર માર્કેટયાર્ડમાં દર મહિનાની જેમ આજે પણ પહાડીયા, પહાડાવાળાની દુકાને આપવા જઈ રહ્યો હતો. આ દરમ્યાન લોકોએ બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ આવી પહોંચી હતી અને પુરવઠા વિભાગને જાણ કરી હતી. ઘઉંનો જથ્થો પકડાયાની જાણ થતાં દુકાન સંચાલકના પતિ મહેશભાઈ પણ દોડી આવ્યા હતા અને 50 કિલોનું એક એવા 10 કટ્ટા હોવાનું જણાવ્યું હતું. સોરટેક્સ ઘઉંના કાળા કારોબારનું કૌભાંડ ચાલતું હોવાની ચર્ચાઓ વચ્ચે દિવાળી ટાણે જ સરકારી અનાજ ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે.