Jamnagar Accident : જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતો દિવ્યેશ દિલીપભાઈ ગોહિલ નામનો 30 વર્ષનો યુવાન ગઈકાલે પોતાનું જીજે-10 ડી.એચ. 4152 નંબરનું બાઈક લઈને આલિયાબાડાથી ચાવડા ગામ તરફ જઈ રહ્યો હતો, જે દરમિયાન જામવણથલી ગામના પાટીયા પાસે ગોળાઇમાં એકાએક બાઈક સ્લીપ થઈ જતાં બાઈક સવાર દિવ્યેશ ગોહિલને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હતી.
આથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગેની મોટાભાઈ મહેન્દ્રભાઈ દિલીપભાઈ ગોહિલે પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે જી.જી.હોસ્પિટલમાં પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.