ગોધરા રેલવે સ્ટેશન નજીક સિગ્નલ ફળિયા વિસ્તારમાં એક અકસ્માત સર્જાયો છે. ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન સિગ્નલ ફળીયા રેલવે ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી. ટ્રેનના દરવાજા પર બેઠેલા કાનપુરના રહેવાસી મુન્નાલાલ ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગયા.
.
રેલવે પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં મુન્નાલાલને માથા સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ છે. હોસ્પિટલ સૂત્રો મુજબ, તેમની સ્થિતિ ગંભીર પરંતુ સ્થિર છે.
રેલવે સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉઠ્યા છે. મુસાફરોની સલામતી માટે રેલવે તંત્રએ વધુ કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. રેલવે વિભાગ દ્વારા આ અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


