, સોમવાર
અમદાવાદના શહેરના કોટ વિસ્તારમાં લૂખ્ખા તત્વો બહાર ગામથી આવતા લોકોને ટાર્ગટ કરીને તેમની સાથે મારા મારી કરીને લૂંટ ચલાવી રહ્યા છે. આજે સવારે પાંચ વાગે જૂનાગઢથી અમદાવાદ પરિક્ષા આપવા માટે નિવૃત્તા આર્મી જવાન આવ્યો હતો. ગીતા મંદિરથી ચાલતો ચાલતો મિત્રના ઘરે જતો હતો ત્યારે બે શખ્સોએ તેમની સાથે તકરાર કરીને માર મારી કરી હતી એટલું જ નહી મોંઢાને ભાગે તથા પગે છરી મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો જો કે યુવકે હિમંતભેર એક આરોપીને પકડીને પોલીસને સુપરત કર્યો હતો. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોંઢે, પગે છરી મારતાં લોહી લુહાણ થયા પછી પણ આરોપી પકડયો કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જૂનાગઢમાં રહેતા અને સિગન્લ કોર આર્મીમાંથી ૨૦૨૩માં નિવૃત્ત થયેલા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દાણીલીમડામાં રહેતા ફરદીન શેખ સામે ફરિયાદ સામે ફરિયાદ નોંધાવી છે યુવક એક વર્ષથી ગૌણ સેવામાં પરિક્ષા આપવાની તૈયારી કરતો હતો અને ગૌણ સેવાની પ્રિલીમ પરીક્ષા પાસ કર્યા બાદ આજે બીજી મેન્સની પરિક્ષા આપવા માટે આવ્યો હતો.
સવારે પાંચ વાગે ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપર ઉતરીને ચાલતો ચાલતો મિત્રના ઘરે જતો હતો ત્યારે કાગડાપીઠ વિસ્તારમાં બે શખ્સોએ તેમની સાથે તકરાર કરીને માર મારી કરી હતી એટલું જ નહી મોંઢાને ભાગે તથા પગે છરી મારીને યુવકને લોહી લુહાણ કર્યો હતો જો કે યુવકે હિમંતભેર એક આરોપીને પકડીને પોલીસને સુપરત કર્યો હતો. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.