Murder in Ahmedabad : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગુનાખોરી ગ્રાફ સતત વધી રહ્યો છે. ધોળે દહાડે હત્યા, લૂંટ અને ચોરીના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે બુધવારે મોડી રાત્રે અમદાવાદના નરોડા પાટીયા નજીક ચાર શખ્સોએ 38 વર્ષીય યુવકની તીક્ષણ હથિયાર વડે ઉપરા-છાપરી ઘા મારી હત્યા કરી નીપજાવી હતી. હત્યા બાદ આ શખ્સો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. હત્યાના બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.