અમદાવાદ, મંગળવાર
અમદાવાદના ચાર લોકોને કેનેડાના પીઆર વિઝા અપાવવાની લાલચ આપીને રૃા.૧.૬૦ કરોડ પડાવ્યા હતા અને ત્રણ વર્ષથી નાસી ગયા હતા. આ કેસમાં મહિલા અને પુરુષને સીઆઇડી ક્રાઇમ બ્રાંચે હિમાચલ પ્રદેશની હોટલમાંથી પકડી પાડયા હતા.
હિમાચલ પ્રદેશથી ઝડપાયા, પોલીસથી બચવા મોબાઇલથી મેસેજ કરીને ચીજવસ્તું મંગાવતા
સીઆઇડી ક્રાઇમ બ્રાંચના પીઆઇ, ડી.વી. તડવીના જણાવ્યા મુજબ ન્યુ રાણીપ ખાતે રહેતા હાર્દિક પટેલે ત્રણ વર્ષ પહેલા સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે કેનેડા જવા માટે ઓન લાઇન ચેક કરતા ન્યુ પાર્થ કેરિયર સોલ્યુસન પ્રા.લી. કંપનીના નંબર ઉપર વાતચીત કરી હતી. વડોદરાના ઋષિકેશ વિનાયકભાઇ પુરોહીત સુજાતા વાધવાનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ કેનેડાના પરમેનન્ટ રેસિજડેન્સ વિઝા આપવાની વાત કરીને ટુકડે ટુકડે ચારેય વ્યક્તિ પાસેથી રૃા. ૧.૬૦ કરોડ પડાવ્યા બાદ વિઝા નહી અપાવીને છેતરપીંડી કરીને નાસી ગયા હતા. સીઆઇડી ક્રાઇમની ટીમે હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ ગઇ હતી અને હિમાચલ પ્રદેશની હોટલમાંથી બન્ને પકડી પાડયા હતા. આરોપીઓ પોલીસથી બચવા મોબાઇલનો ઉપયોગ કરતા ન હતા અને મેસેજ કરીને ચીજવસ્તુઓ મંગાવતા હતા.