અમદાવાદ,સોમવાર,25 નવેમ્બર,2024
કેન્દ્ર સરકારની પેટર્ન મુજબ અમદાવાદ મ્યુનિ.ના
વર્ષ-૨૦૨૫-૨૬ માટે અમદાવાદ મ્યુનિ.ના બજેટ માટે શહેરીજનો પાસેથી સુચન મંગાવાયા
છે.૨૯ નવેમ્બર સુધી લોકો તેમને કયા પ્રકારની પ્રાથમિક સુવિધા જોઈએ છે એ અંગેના
સુચન મ્યુનિસિપલ તંત્રને ઈમેલથી મોકલી શકશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વાર્ષિક અંદાજપત્રમાં તંત્ર
તરફથી આપવામાં આવતી પ્રાથમિક સુવિધા પૈકી લોકો કયા પ્રકારની સુવિધા ઈચ્છે છે એ
જાણવા સુચન મંગાવવામાં આવ્યા છે.૨૫થી ૨૯ નવેમ્બર-૨૪ સુધીમાં લોકાને તેમના નામ,મોબાઈલ નંબર સાથે
તેમના સુચન [email protected] ઉપર
મોકલી આપવા અપીલ કરવામાં આવી
છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે વર્ષ પહેલા વાર્ષિક બજેટ રજૂ કરતા
પહેલાં લોકો પાસેથી સુચન મંગાવવામાં આવ્યા હતા.આવેલા સુચન પૈકી દસ ટકા સુચનને
માન્ય રાખી તેનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.ગત વર્ષે નાગરિકો તરફથી રોડ,ગટર અને પાણી
જેવી મુળભૂત પ્રાથમિક સેવા ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં કઈ રીતે વધારો
કરી શકાય એ માટે સુચન કરવામાં આવ્યા હતા.મ્યુનિ.હદમાં નવા સમાવવામાં આવેલા હંસપુરા,બોપલ ઉપરાંત ઘુમા
અને નાના ચિલોડા જેવા વિસ્તારોમાં પાણી,રસ્તા
અને ડ્રેનેજની સુવિધા મેળવવા માટેના હતા.નવા સમાવાયેલા વિસ્તારોમાં કોમ્યુનિટી હોલ,પાર્ટી પ્લોટ,ગાર્ડન,સ્વિમીંગ પુલ તથા
સિનીયર સીટીઝન પાર્ક બનાવવા જેવા સુચન પણ લોકો તરફથી કરવામાં આવ્યા હતા.સ્ટેન્ડિંગ
કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,નાગરિકો
તરફથી કરવામાં આવનારા સુચનોને ધ્યાનમા લઈ બજેટમાં સમાવવા જેવા મુદ્દાઓને આગામી
બજેટમાં ધ્યાનમાં લેવાશે.