અમદાવાદ,ગુરુવાર,12 ડિસેમ્બર,2024
૧ જાન્યુઆરીથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન
કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.શહેરીજનો જો પાલતુ શ્વાન રાખવા માંગતા હોય તો
તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા રુપિયા ૨૦૦ ફી ભરવાની
સાથે શ્વાનના ફોટોગ્રાફ સાથે તેને રાખવાની જગ્યા સાથેના જરુરી પુરાવા રજૂ કરવા
પડશે.
સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન તથા એનીમલ બર્થ કંટ્રોલ ડોગ્સ રુલ્સ-૨૦૨૩
ઉપરાંત રેબીસ ફ્રી અમદાવાદની ગાઈડલાઈન અનુસાર અમદાવાદમાં ૧ જાન્યુઆરીથી પેટ ડોગ રાખવા
૯૦ દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.રજિસ્ટ્રેશનની પ્રક્રીયા
કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે.અરજદારે
આધારકાર્ડ ,ટેકસબીલ ઉપરાંત
પેટ ડોગના ફોટા તથા તેને રાખવાના સ્થળના ફોટા મુકવાના રહેશે.