અમદાવાદ,બુધવાર,29 જાન્યુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠકમાં
શહેરમાં હવે પછી બનતી નવી મિલકતોમાં બિલ્ડરને જ પહેલો માલિક ગણવા ઠરાવ મંજૂર
કરવામાં આવ્યો છે. મિલકત વેચાયા પછી ટ્રાન્સફર ફી ભરવા બિલ્ડરો દ્વારા શોધવામાં
આવતી છટકબારી બંધ થશે એવો શાસકોએ આશાવાદ વ્યકત કર્યો છે.
મ્યુનિ.ની રેવન્યુ કમિટીની બેઠક પછી ચેરમેન અનિરૃધ્ધસિંહ
ઝાલાએ કહયુ, મ્યુનિસિપલ
કોર્પોરેશનના ટેકસ વિભાગને થતી નામ ટ્રાન્સફર ફીની વિગત ચકાસવામા આવતા પ્રાથમિક
તબકકે એવુ જાણવા મળ્યુ છે કે,
ઘણાં ખરા કીસ્સાઓમાં બિલ્ડિંગ યુઝ પરમીશન મેળવતા સમયે જે તે બિલ્ડર દ્વારા ૨૫
કે ૩૦ મિલકતની ટ્રાન્સફર ફી ભરી દેવામાં આવતી હોય છે. પછી મિલકત ખરીદનાર દ્વારા
જયારે મિલકત ખરીદવામા આવે તે સમયે નામ ટ્રાન્સફર કરવા માટે ફી ભરવામા આવી ના હોય
એવા કીસ્સા ધ્યાનમાં આવ્યા છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈને કમિટીએ ઠરાવ
કર્યો છે કે, હવે પછી
શહેરમાં બનનારી નવી તમામ મિલકત માટે બિલ્ડર જ પહેલો માલિક ગણાશે.હાલમાં મ્યુનિસિપલ
કોર્પોરેશનને નામ ટ્રાન્સફર ફી પેટે રૃપિયા ૧૮ કરોડની આવક થાય છે.જેમાં બિલ્ડરને
પહેલો માલિક ગણવાના ઠરાવ પછી વધારો થવાથી રૃપિયા ૨૫ કરોડ સુધી આવક પહોંચી શકે એમ
છે.