Law Garden’s Happy Street : અમદાવાદના લૉ ગાર્ડન ખાતે મહાનગર પાલિકાએ રિડેવલપમેન્ટ કરીને હેપ્પી સ્ટ્રીટ તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ સ્ટોલ ધારકો દ્વારા ખાણીપીણીનું બજાર ચાલતું હતું. જ્યારે અમુક સમય બાદ AMCએ અહીં ફૂડ સ્ટ્રીટ બંધ કરીને પે એન્ડ પાર્કિંગ બનાવી દીધું હતું. જેને લઈને સ્ટોલ ધારકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે હવે AMC દ્વારા લૉ ગાર્ડન ખાતે ફરીથી હેપ્પી સ્ટ્રીટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે અગાઉના 36 સ્ટોલ ધારકો ઉપરાંત અન્યોને ટેન્ડર મુજબ સ્ટોલની ફાળવણી કરવામાં આવશે.
લૉ ગાર્ડન સ્થિત હેપ્પી સ્ટ્રીટ ફરીથી ધમધમશે
મળતી માહિતી મુજબ, શહેરના લૉ ગાર્ડન ખાતે વર્ષ 2019માં AMCએ રિડેવલપમેન્ટ કરીને હેપ્પી સ્ટ્રીટ બનાવવામાં આવ્યું હતું. જ્યાં ખાણીપીણી સહિતના 36 સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. આ પછી AMCએ અહીં પે એન્ડ પાર્કિંગ શરૂ કર્યું હોવાથી સ્ટોલ ધારકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે હવે તંત્રએ ફરીથી હેપ્પી સ્ટ્રીટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે ટેન્ડર મુજબ સ્ટોલ માટે જગ્યા આપવામાં આવશે અને એક સ્ટોલ દીઠ 15 હજાર ભાડુ રહેશે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ રિવરફ્રન્ટ પર બોટિંગ સેવા ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. જેને લઈને ઇન્સ્ટિટ્યુટ ઑફ રિઝર્વોયર સ્ટડીઝ (IRS) દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સ્થળનું નિરીક્ષણ અને બોટિંગ સેફ્ટી અંગે રિપોર્ટ તૈયાર કર્યા બાદ કમિશનરમાં આપવામાં આવશે. કમિશનરની મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી બોટિંગ સેવા શરુ થશે.