(પ્રતિનિધિ તરફથી)અમદાવાદ, મંગળવાર
ગુજરાત ઔદ્યોગિક વસાહતમાં ભાડા પટ્ટેથી આપેલા પ્લોટની જગ્યા અન્યને પેટા ભાડે આપવામાં આવે તો લીઝ ડીડ કેન્સલ કરી દેવાનો નિયમ હોવા છતા ગુજરાતની ઔદ્યોગિક વસાહતોમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની એક જ મંજૂરી પર જુદાં જુદાં અનેક યુનિટ ચાલતા હોવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. વટવામાં જિન્દાલ ટેક્સોફેબના એકમમાં પણ દસથી બાર જણાને પેટા ભાડે આપીને જુદાં જુદાં એકમો જીપીસીબીની પૂર્વમંજૂરી વિના ચલાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પૂર્વ મંજૂરી વિના આ પ્રકારના અનેક એકમો ગુજરાતની વટવા સહિતની ઔદ્યોગિક વસાહતોમાં ધમધમી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જિન્દાલ ટેક્સોફેબના એકમમં અત્યાર રોઝ લેબ તરીકે ઓળખાતું એકમ ચાલી રહ્યું હવાનું જાણવા મળી રહ્યું છે.
જીઆઈડીસીના જાણકારોનું કહેવું છે કે આ પ્રકારના એકમો માટે અલગ અલગ સીઈટીપી લેવું પડે છે. તેમ જ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની અલગથી પરવાનગી લેવાની આવે છે. પરંતુ મંજૂરી લીધા વિના જ આ એકમો ચલાવવામાં આવી રહ્યા ચે. તેને માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પૂર્વ મંજૂરી લેવામાં આવતી નથી. આ પ્રકારના એકમો અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં જીપીસીબી માત્ર નોટિસ ઓફ ડાયરેક્શન આપીને બધું જ ચલાવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બાર જણને પેટા ભાડાપટ્ટે (સબ લેટ) જમીન આપવામાં આવી હોય તો તેવા સંજોગોમાં દસથી બાર જણાએ અલગથી જીપીસીબી પાસેથી મંજૂરી લેવી પડશે.
જીઆઈડીસીે લીઝ પર આપેલો પ્લોટ પેટા ભાડે આપનાર કંપનીની લીઝ કેન્સલ કરી દેવામાં આવે છે. બીજીતરફ જીપીસીબીમાં કેમિકલ કે ટેક્સટાઈલમાં અલગ અલગ મંજૂરી લેવા માટે અલગ અલગ પ્રોસિજર કરવી પડે છે. આ મંજૂરી મળવામાં લાંબો સમય લાગી જતો હોવાથી પણ કેટલાક લોકો એક જ મંજૂરી પર તેમના મુખ્ય એકમની અંદર અનેક એકમો ચલાવે છે. તેને માટે સીઈટીપીના સંચાલકો સાથે સમજૂતી કરી લેવામાં આવતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
બીજું, જીપીસીબી આ અંગે ખુલાસો માગે તો પણ કંપનીો જવાબ આપવામાં વિલંબ કરીને ટાઈમપાસ કરતી આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં આ પ્રકારના એકમોને ક્લોઝર આપી દેવું જોઈએ પરંતુ તેમ જવાબદાર અધિકારીઓ કરતાં ખચકાઈ રહ્યા છે તે ચોક્કસ નિર્દેશ આપી રહ્યો છે.