(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
દરોડાની ઝપટમાં
આવેલા કરદાતાઓએ હવે દરોડા પછી નોટિસ મળે ત્યારે તેમણે જાહેર ન કરેલી છ વર્ષની
આવકની વિગતો એક સામટી જાહેર કરવી પડશે. આ માટેનું નવા રિટર્નનું ફોર્મ આઈટીઆર-બી
બહાર પાડી દેવામાં આવ્યું છે. નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના વર્ષથી આ રિટર્ન ફાઈલ
કરવાનું આવશે. કેન્દ્ર સરકારના નાણાં ખાતાએ આ માટેનું
નવું ફોર્મ આઈટીઆર-બી નોટિફાય પણ કરી દીધું છે. સાતમી એપ્રિલે તે માટે ગેઝેટ
નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. પહેલી સપ્ટેમ્બર ૨૦૨૪ પછી જે કરદાતાઓને ત્યાં
દરોડા પડયા હશે તેમને માટે છ વર્ષની છુપાવેલી આવક સામટી જાહેર કરવાનું ફરજિયાત
બનાવી દેવામાં આવ્યું છે.
આવકવેરા ધારાની કલમ ૧૫૮બીસીની પેટા કલમ (૧)ની ક્લોઝ (એ)માં
કરવામાં આવેલી જોગવાઈ હેઠળ દરોડાની ઝપટમાં આવેલા કરદાતા માટે છ વર્ષનું સામટું
રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જે વર્ષ દરોડો પડયો હોય તે
નાણાંકીય વર્ષ પૂરું ન થયું હોય તો તેની વિગતો પણ છ વર્ષના રિટર્ન સાથે દર્શાવી
દેવાની રહેશે એમ આવકવેરાના જાણકાર પ્રમોદ પોપટનું કહેવું છે. આવકવેરા ધારાની કલમ
૧૩૨ કે પછી કલમ ૧૩૨ે હેઠળ જે કરદાતાઓ પર સપ્ટમ્બર ૨૦૨૪ પછી દરોડા પાડવામાં આવ્યા
હોય તે કરદાતાઓએ એક જ રિટર્નમાં તેમની છ વર્ષ દરમિયાન જાહેર ન કરેલી આવક જાહેર
કરવાની ફરજ પડશે.
આઈટીઆર-બી એ બ્લોક એસેસમેન્ટનું ફોર્મ છે. દરોડા પછી
આવકવેરા ખાતા દ્વારા કરદાતાને આપવામાં આવનારી નોટિસમાં તેમણે કેટલા વર્ષની જાહેર ન
કરેલી આવક જાહેર કરવી તે જણાવી દેવામાં આવશે. કરદાતા એક વર્ષનું રિટર્ન ફાઈલ કરે
ત્યારે આઈટીઆર ૧ ફાઈલ કરી શકે છે. પરંતુ તેને આઈટીઆર-બી ભરવાનું આવશે તો એક સામટી
છ વર્ષની જાહેર ન કરેલી આવક જાહેર કરવાની ફરજ પડશે.
નાણાં ખાતાએ આઈટીઆર-બી સાથે
કેટલીક મહત્વની બાબતોની પણ જાહેરાત કરી છે. એક, દરોડા હેઠળ આવરી લેવામાં આવેલા કરદાતાને દરોડા પછી નોટિસ આપવામાં આવે તેના
૬૦ દિવસની અંદર છ વર્ષ દરમિયાન જાહેર ન કરેલી આવક જાહેર કરી દેવાની રહેશે. કરદાતા
માટે છ વર્ષની છુપાવેલી આવક જાહેર કરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. બીજું,
જાહેર ન કરેલી આવક સામે કરદાતાને ટીડીએસ અને ટીસીએસની ક્રેડિટ
ક્લેઈમ કરવાની છૂટ આપવાામાં આવી છે. જોકા યોગ્ય ચકાસણી કર્યા છી જ ટીડીએસ કે
ટીસીએસની ક્રેડિટના ક્લેઈમ મંજૂર કરવામાં આવશે. આવકવેરા અધિકારીને સંતોષ થશે તો જ
ટીડીએસ અને ટીસીએસના ક્લેઈમ મંજૂર કરવામાં આવશે.