Ahmedabad Bus accident News | અમદાવાદના હરિપુરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મધ્યપ્રદેશથી ગોંડલ જતી એક ખાનગી બસ પલટી ખાઈ જવાને લીધે ચીસાચીસ મચી ગઈ હતી. આ ભયંકર અકસ્માતમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે.
ઈજાગ્રસ્તોને ધંધૂકા ખસેડાયા
મળતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત યાત્રીઓને સારવાર અર્થે ધંધૂકામાં આવેલી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બસ એક ખાનગી કંપનીની માલિકીની હતી. જે અમદાવાદના હરિપુરા નજીક પલટી ખાઈ ગઈ હતી. બસમાં સવાર લોકો મધ્યપ્રદેશની નીકળીને ગુજરાતના ગોંડલ જઈ રહી હતી. ધંધૂકા ફેદરા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. તેમાં શ્રમિક મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. વહેલી સવારે હરિપુરા પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે.
આબુમાં બસ પર પથ્થરમારો
બીજી બાજુ ગુજરાત સરહદે માઉન્ટ આબુ જતી એક ટ્રાવેલ્સ બસ પર પથ્થરમારા કરાયાની ઘટના બનતાં પેસેન્જરમાં ભય ફેલાયો હતો. આ એક એસી બસ હતી. સમયસૂચકતા વાપરી ડ્રાઈવરે બસ ભગાડતાં મુસાફરોનો જીવ બચી ગયો હતો. બસ પર પથ્થરમારો કરવાની ઘટનાથી બસના કાંચ પણ તૂટી ગયા હતા.