અમદાવાદ, શુક્રવાર
નિકોલમાં કળયુગના શ્રવણે રૃપિયા માટે જીવનની ઢળતી સંધ્યાએ પહોચેલા માતા-પિતાને માર મારીને લોહી લુહાણ કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પુત્રએ મકાન લેવા માટે માતા પિતાને રૃપિયા એક લાખની મદદ કરી હતી જેની સામે મકાન પોતાના નામે કરવા માટે દબાણ કરીને તકરાર કરી હતી. જો કે માતાએ મકાન તેના નામે કરવાની ના પાડતાં તુંરત રૃપિયા જોઇએ તેવી વાત કરીને માતા અને પિતાને લોખંડની પાઇપના ફરકા મારીને લોહી લુહાણ કરી મૂક્યા હતા. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નિકોલમાં મકાન લેવા પુત્રએ એક લાખની મદદ કરી હતી માતાએ તેના નામે મકાન કરવાની ના પાડતા તુરંત રૃપિયા પાછા આપવાની જીદ પકડીને મા-બાપ ઉપર હુમલો કર્યો
નિકોલમાં રહેતા વૃદ્ધે નિકોલ પોલીસ સ્ટેશનમાં નિકોલમાં રહેતા પોતના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે ફરિયાદી અને તેમની પત્ની ઘર પાસે બેઠા હતા ત્યારે પુત્ર ત્યાં આવ્યો હતો અને મકાન તેના નામે કરવાની વાત કરી હતી જો કે તેની માતાએ મકાન તેના નામે કરવાનો ઇન્કાર કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને તકરાર કરીને ગાળો બોલવા લાગ્યો હતો ગાળો બોલવાની ના પાડી હતી જેથી માતા પિતાને માર મારવા લાગ્યો હતો.
એટલું જ નહી પુત્રએ મકાન લેવા માટે માતા પિતાને રૃપિયા એક લાખની મદદ કરી હતી જેની સામે મકાન પોતાના નામે કરવા માટે દબાણ કરીને તકરાર કરી હતી. જો કે માતાએ મકાન તેના નામે કરવાની ના પાડતાં તુંરત રૃપિયા જોઇએ તેવી વાત કરીને માતા અને પિતાને લોખંડની પાઇપના ફરકા મારીને લોેેહી લુહાણ કરી મૂકીને નાસી ગયો હતો દંપતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.