અમદાવાદ,ગુરુવાર,10 એપ્રિલ,2025
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં વાય.એમ.સી.એ.કલબની બાજુમાં વર્કિંગ
વુમન હોસ્ટેલ સિવાયના પ્લોટમાંઆર્ટ ગેલેરી,
એમ.પી.થિયેટર સહિતની સુવિધા સાથે રુપિયા ૧૨.૬૯ કરોડના ખર્ચથી અમદાવાદ હાટ
તૈયાર કરાશે. વિવિધ ઉદ્યોગના કુશળ કારીગરોને પ્લેટફોર્મ પુરુ પાડવાનું આયોજન
કરવામાં આવશે.૧૮ મહિનામાં અમદાવાદ હાટની કામગીરી પુરી કરાશે.
અમદાવાદ મ્યુનિ.ના વર્ષ-૨૦૨૪-૨૫ના અંદાજપત્રમાં અમદાવાદ હાટ
બનાવવા આયોજન કરાયુ હતુ.ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત બે ફલોર અમદાવાદ હાટમાં
બનાવાશે.કોન્ટ્રાકટર શ્રીનાથ એન્જિનિયર એન્ડ કોન્ટ્રાકટરના ટેન્ડરને રોડ કમિટીએ
મંજૂરી આપી છે.ગ્રાઉન્ડ ફલોર ઉપર ટીકીટ કાઉન્ટર,એન્ટ્રેન્સ લોબી,રીસેપ્શન
એરીયા ઉપરાંત ૨૪ દુકાન, ૩ ફુડ
સ્ટોલ બનાવાશે.૩૦૦ ચોરસમીટરમાં ઓપનકાફે એરીયા,૩૮ ચોરસમીટરમાં એમ.પી.થિયેટર તથા ૨૮૬ ચોરસમીટર જગ્યા ઓપન
સીટીંગ માટે રખાશે.પહેલા માળે ૨૪ દુકાન,૩ ફુડ
સ્ટોલ બનાવાશે.બીજા માળ ઉપર આર્ટ ગેલેરી,એકઝીબીશન
હોલ,રેસ્ટોરન્ટ
એરીયા તૈયાર કરાશે.૨૩૦૦ ચોરસમીટરના
પાર્કીંગ એરીયામાં ૮૨ ટુ વ્હીલર,૬૮ ફોર
વ્હીવલર તથા બે બસ પાર્ક કરવાની વ્યવસ્થા કરાશે.