અમદાવાદ,બુધવાર,9 એપ્રિલ,2025
જે.એન.એન.યુ.આર.એમ.યોજના અંતર્ગત વટવા અને બહેરામપુરા
વોર્ડમાં ૮૬૪૦ ઈ.ડબ્લ્યુ.એસ.આવાસ
બનાવવામાં આવ્યા હતા.૨૭૦ બ્લોકના આવાસના સર્વે પાછળ રુપિયા એક કરોડનો ખર્ચ કરાશે.
મ્યુનિ.હાઉસીંગ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ કમિટીમાં વટવા અને
બહેરામપુરા વોર્ડમાં આવેલા અલગ અલગ આઠ સ્થળોએ જે તે સમયે બનાવવામાં આવેલા આવાસોનું
સ્ટ્રકચરલ ઓડીટ સુરત ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌધ્યોગિક સંસ્થા પાસે
કરાવવા દરખાસ્ત મંજુર કરાઈ હતી.કમિટી ચેરમેન મુકેશ પટેલે કહયુ,આ આવાસોના
સ્ટ્રકચરલ સર્વેનો રીપોર્ટ આવ્યા પછી તેમાં જરુરી સમારકામ કરાવવા સહિતની અન્ય બાબત
અંગે નિર્ણય કરવામાં આવશે.વટવાના સદભાવના નગરમાં સૌથી વધુ ૨૪૩૨, વસંત ગજેન્દ્ર
ગડકર નગરમાં ૧૫૬૮ તથા વાનરવટ તળાવ પાસે ૧૨૪૮ આવાસો બનાવવામાં આવેલા છે.બહેરામપુરા
વોર્ડમાં સૌથી વધુ સીકંદરબખ્તનગરમાં ૯૯૨ આવાસોનો સ્ટ્રકચરલ ઓડીટ રીપોર્ટ તૈયાર
કરવામાં આવશે.