જૂનાગઢમાં અંબાજી અને ભવનાથનું મંદિરનો વિવાદ હજી તો સમ્યો નથી ત્યાં સતાધારની જગ્યાના મહંત પર સગા ભાઈએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સતાધારના મહંત વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં મહંત દ્વારા ગેરકા
.
વિજયબાપુની દાદાગીરીથી સેવકો પરેશાન: નીતિન ચાવડા સતાધારના મહંત વિજયબાપુના ભાઈ નીતિનભાઈ ચાવડાએ તાજેતરમાં મીડિયાને જણાવ્યું છે કે, સતાધાર મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોકાવનારા છે. તેમજ તેની વ્યભિચારી પ્રવૃત્તિઓ અવિરત પણે શરૂ છે. તેમજ સતાધારમાં કામ કરતા નાના માણસો, સેવા કરતા દાતાઓને વિના કારણે ગીતાબેન વ્યાસના કારણે ખૂબ માર મારવામાં આવે છે અને આ બાબતે કોઈ નાના માણસો પોલીસ ફરિયાદ પણ કરી શક્યા નથી. જેના કારણે દિવસેને દિવસે તેમની દાદાગીરી વધતી ગઈ છે. જેને લઈ મેં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રજૂઆત કરી આ બાબતે વાકેફ કર્યા છે. ત્યારે સતાધાર ને સરકાર દ્વારા વહીવદારની નિમણૂક થાય તેવી માંગ કરી છે.
ડાબેથી નીતિન ચાવડા અને સતાધારના મહંત વિજયબાપુ.
કરોડો રૂપિયા ગીતાબેન વ્યાસે ઉઠાવી લીધા: નીતિન ચાવડા નીતિન ચાવડાએ વધુમાં જણાવ્યું છે કે, ગીતાબેન વ્યાસ ગોંડલ પાસેના શ્રીનાથગઢના વતની છે. અમારી જાણ મુજબ તેમણે બે-ત્રણ લગ્ન કર્યા છે અને સતાધારમાં છેલ્લા 20 વર્ષથી રહે છે અને સતાધારના મહંત વિજયબાપુ સાથે તેમને પ્રેમ સંબંધ થઈ ગયો છે, જેમણે લગ્ન અને મૈત્રી કરાર પણ કરી લીધા છે. વિજય ભગતને બ્લેકમેલિંગ કરી સતાધારના કરોડો રૂપિયા ગીતાબેન વ્યાસે ઉઠાવી લીધા છે. જે આજે મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું.
તો આવો હવે જાણીએ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને રજૂઆત કરતા પત્રમાં શું લખ્યું હતું. 03/12/2024ના રોજ નીતિન ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સતાધાર મુકામે આપાગીગાનું મંદિર હાલ અસ્તિત્વમાં છે. ત્યાંના હાલના મહંત અને એકમાત્ર ટ્રસ્ટી વિજય ભગત ગુરૂ જીવરાજ ભગત મંદિરનો વહીવટ સંભાળે છે. છેલ્લા 20 વર્ષથી સતાધાર મંદિરના મહંત તરીકે વહીવટ વિજય બાપુ કરી રહ્યા છે, મંદિરની પોતાની 1200થી 1300 વીઘા જમીન છે. તેમજ મંદિર પાસે ગેરકાયદેસર 60 દુકાનો પણ છે જેનું વાર્ષિક ભાડું બે લાખથી અઢી લાખ છે. તેમજ મોટી ગૌશાળા સતાધારના ગ્રાઉન્ડમાં આવેલી છે. આ ગૌશાળામાં જે ગાયો છે તેના દૂધની વાર્ષિક આવક એક કરોડથી વધુની થાય છે. તેમજ ખેતીવાડીની વાર્ષિક આવક 50 કરોડ તેમજ ધર્માદાની વાર્ષિક આવક 100 કરોડ ઉપરની થાય છે. ત્યારે આ તમામ રકમ મહંત વિજય બાપુ દ્વારા ગેરમાર્ગે વાપરવામાં આવે છે. ત્યારે સતાધારમાં વહેલી તકે વહીવટદારની નિમણૂક થાય તેવી વિનંતી સતાધારના મહંત વિજય બાપુના ભાઈ નીતિન ચાવડા દ્વારા કરવામાં આવી હતી.
28/11/2024ના રોજ નીતિન ચાવડાએ ગુહમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા 20 વર્ષથી સતાધાર આપાગીગા મંદિરના મહંત તરીકે વિજય ભગત તરીકે છે. 20 વર્ષ પહેલા વિજય ભગત પોલીસ ખાતાની જુદાજુદા કેડરની પરીક્ષાઓ આપતા હતા, પરંતુ કોઈ પણ કેડરમાં તેઓ પાસ થયેલ ન હતા. ત્યારબાદ 2004 થી તેઓ સતાધાર મંદિરના મહંત તરીકે સતાધારમાં સ્થાયી થયેલ છે. સતાધાર મંદિરે તહેવારોમાં શ્રદ્ધાળુ ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં આવે છે. ત્યારે ભીડને નિયંત્રણ કરવા માટે લોકોને મહંત દ્વારા અનેકવાર મારકૂટ કરવામાં પણ આવી છે. તેમજ કોઈ વ્યક્તિ વિજય ભગતને પ્રતિકાર કરે તો વિસાવદર પોલીસ સ્ટેશનમાં પી.આઇ કે પી.એસ.આઇને એવું કહેવામાં આવે છે કે વિજય ભગત પોતે IPS કે DySP હતો. વિજય બાપુએ અનેક વાર કાયદો હાથમાં લઇ લોકોને બેફામ માર પણ માર્યો છે. ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી નીતિન ચાવડાએ માંગ કરી છે.
નિતીન ચાવડાએ વિસાવદર કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું નીતિન ચાવડાએ 09/05/2023ના કોર્ટમાં સોગંદનામુ કરી જણાવ્યું હતું કે, તેનું મૂળ વતન બોરડી તાલુકો ધારી અને જિલ્લો અમરેલી છે. નિતીન ચાવડાને છ ભાઈઓ છે. જેમાં સૌથી નાના વાલજીભાઈ એટલે કે હાલના સતાધારના મહંત વિજય બાપુ છે. તેના બાપદાદાની ખેતીની જમીન તેમજ રહેવા માટે ઘર આ બધું બોરડી ગામે આવેલું છે તેઓ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જ્ઞાતિના છે, જેમાં સૌથી નાનો ભાઈ વાલજી મોહન ચાવડા જે હાલના વિજય ભગત તરીકે ઓળખાય છે. જેને નીતિન ચાવડાએ અમરેલી મુકામે કોલેજ સુધીનો અભ્યાસ કરાવી બીએ ગુજરાતી વિષય સાથે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પોતાના ખર્ચે કરાવ્યો હતો. નિતીન ચાવડા વિજય બાપુ થી ચાર વર્ષ મોટા છે. નિતીન ચાવડાએ સોગંદનામાં લખ્યું હતું કે વિજય બાપુની કોલેજ કાળથી તેઓની પ્રવૃત્તિ ખરાબ હતી. તેઓ સમાજને ન શોભે તેવી પ્રવૃત્તિ કરતા અને દારૂ નશામાં તેમ જ પરસ્પર ગમન જેવી પ્રવૃત્તિઓ કરતા હતા.
નિતીન ચાવડાએ સોગંદનામામાં ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મારો નાનો ભાઈ વાલજી મોહન ચાવડા એટલે કે સતાધારનો મહંત વિજય કઈ પણ પ્રકારનો કામ ધંધો ન કરતો હોવાના કારણે મારા ઘરના સભ્યો વારંવાર તેને ઠપકો આપતા અને એકવાર તે ઘરેથી ચાલ્યા ગયા અને મુંબઈ જતા રહ્યા હતા. જ્યાં એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવાથી બીમાર પડેલો અને જેની મેં તપાસ કરાવતા તેને ગંભીર બીમારી થયાનું જાણવા મળેલ હતું. ત્યારે મેં તેને સ્ત્રીથી છોડાવેલ અને મેં સારવાર કરાવેલ ત્યારબાદ અમારા જ્ઞાતિના આગેવાનના સહકારથી ગીતા વ્યાસ નામની સ્ત્રી સાથે લગ્ન કરેલા અને તેને રહેવા માટે જૂની સતાધાર અને મોટી સતાધારની વચ્ચે બંગલા ની વ્યવસ્થા પણ મેં કરી આપેલ હતી.
સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે કે, આ ગીતા વ્યાસે કોઈ પેન ડ્રાઈવ સીડી વિજય ભગતની બનાવી, જો વ્યવસ્થા નહીં કરી આપે તો હું તમારી સાથે બ્લેક કરીશ અવારનવાર આવું દબાણ કરતી કરતી હતી તેવું જાણવા મળેલ હતું. જેની બીકના કારણે હાલના મહંતે વિજય ભગતે ગીતા વ્યાસની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપતા હોય તેવું જાણવા મળેલ છે. તેમજ હાલના મહંત વિજય બાપુ તેમજ ગીતા વ્યાસ આપાગીગાની જગ્યામાંથી જૂના વર્ષોથી સેવા પૂજા કરતા અને ટેલીયાઓને જગ્યામાંથી કાઢી મુકેલ છે. પોતાને ખરું સાચું કહેનારને જગ્યામાં રહેવા દેતા નથી અને કાઢી મુકેલ છે આ અંગે તારીખ 10/11/2021ના પૂજ્ય મહંત વલકુ બાપુ દાનબાપુની જગ્યા ચલાલા મુકામે પત્ર લખી યોગ્ય કરવા જાણ કરેલ હતી.