Employment In Gujarat : ગાંધીનગરમાં કુટીર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત રાજ્યકક્ષાના મંત્રી દ્વારા નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024નું વિમોચન કરવામાં આવ્યું. જેમાં કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કુટીર-ગ્રામોદ્યોગ ક્ષેત્રે અંદાજે 8.75 લાખ જેટલી નવી રોજગારી મળી છે, જેને આવનાર સમયમાં 12 લાખ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે.
બલવંતસિંહ રાજપૂત કહ્યું કે, રાજ્યમાં કુટીર-ગ્રામોદ્યોગ ક્ષેત્રે નવી રોજગારી ઊભી કરાઈ છે. બીજી તરફ, વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ લોનની મર્યાદા 8 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. જ્યારે સબસિડીની મર્યાદા 1.25 લાખ રૂપિયાથી વધારીને 3.75 લાખ રૂપિયા કરાઈ છે. આ વર્ષે અંદાજિત 150 જેટલાં મેળાઓ મારફતે કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજોના વેચાણમાં વધારો થાય તેવી વ્યવસ્થા કરી. સુરતમાં શરૂ કરાયેલાં ‘યુનિટી મોલ’ની જેમ રાજકોટ અને વડોદરા જેવા વિવિધ શહેરોમાં કારીગરો પોતાની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએથી વેચાણ કરી શકે એવી કરાશે. રાજ્ય સરકાર લુપ્ત થતી કળાઓ માટે 70000 રૂપિયાની સહાય અને પ્રોટોટાઈપ માટે મહત્તમ 20000 રૂપિયાની સહાય આપશે.
આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં દુષ્કર્મની 4 ઘટના બની, મહિલા સુરક્ષાની વાતો વચ્ચે હવસખોરો બેફામ
કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, રાજ્યનો નાનામાં નાનો વ્યક્તિ પણ પોતાની કલા-કારીગરી બહાર લાવી અને સારી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ બનાવી તેને રજૂ કરી તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ કારીગરોની પ્રોડક્ટ્સને તાલુકા, જિલ્લા સહિત રાજ્ય અને દેશ-વિદેશમાં વેચાણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : ભાજપનો મોટો નિર્ણય : તાલુકા-જિલ્લા પ્રમુખ બનવા માટે ઉંમર મર્યાદા કરાઈ નક્કી, જાણો કેટલી
આ કારીગરોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ ઝડપથી અને સહેલાઈથી મળી રહે તે માટે ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે. જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર પાંચ હજાર કરતા વધારે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. આ ઉપરાંત, રાજ્ય સરકારના સહયોગથી કારીગરોને NID અને NIFTમાં તાલીમ આપવામાં પણ આવે છે. વોકલ ફોર લોકલને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. વર્ષ 2023ના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિવિધ 11 કારીગરોને પુરસ્કાર-રોકડ ઈનામ આપવામાં આવ્યાં હતા.