અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વ્યકિતને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને IPOમાં રોકાણની સામે ઉંચા વળતરની ખાતરી આપીને વિશ્વાસમાં લઇને ઓનલાઇન છેતરપિંડી કરતા ગઠિયાઓએ એક મહિનામાં 3.36 કરોડ જેટલી માતબર રકમનું રોકાણ કરાવીને મોબાઇલ એપ્લિકેશનમાં અનેક ગણ
.
ગ્રુપમાં જોઇન્ટ થવાની લીંક મળી હતી સનાથલમાં આવેલી એપલવુડ ટાઉનશીપમાં રહેતા 65 વર્ષીય પ્રેમસિંઘ ખાનગી કંપનીમાં CEO છે. ગત 27મી જાન્યુઆરીએ તેમને અજાણ્યા મોબાઇલ નંબરથી શેરબજારમાં રોકાણની ટીપ્સ આપતા ગ્રુપમાં જોઇન્ટ થવાની લીંક મળી હતી. જેથી તે એડ થયા હતા અને ગ્રુપમાં આવતા મેસેજ અને અન્ય રોકાણકારોને મળતા નફા અંગે વિગતોથી તેમને વિશ્વાસ થયો હતો. જેથી તેમણે એક વ્યક્તિ સાથે વાત કરીને ટ્રેડીંગ એકાઉન્ટ ખોલ્યુ હતું. જેમાં ઓનલાઇન લોગઇન કરીને તેમાં રોકાણની વિગતો અને નફો દર્શાવવામાં આવતો હતો.
ગઠિયાઓએ 20 ટકા ટેક્સની માંગણી કરતા છેતરપિંડીનો ખ્યાલ આવ્યો જેથી પ્રેમસિંઘે 20મી ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન અલગ-અલગ સમયે કુલ 3.36 કરોડ રૃપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણની સામે ટ્રેડીંગ એકાઉન્ટમાં ઉંચો નફો દર્શાવવામાં આવતો હતો. જે રકમ વિડ્રો કરવા માટે ગઠિયાઓએ કુલ રકમના 20 ટકા ટેક્સની માંગણી કરતા પ્રેમસિંઘને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. જે અંગે તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૃ કરી છે.