વેરાવળમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. આ અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટે એક અનોખી પહેલ કરી છે. ટ્રસ્ટે વેરાવળની 13 શાળાઓમાં પરીક્ષા આપી રહેલા 3300થી વધુ વિદ્યાર્થીઓને બોલપેન ભેટ આપી છે. અમદાવાદના એક ભક્તે સોમનાથ મહાદેવને બોલપેન અર્પણ કરી હત
.
શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ આદિત્ય બિરલા સ્કૂલ, મણીબેન કોટક શાળા, અંકુર સૌરભ શાળા, કે કે મોરી અને શબાના ગર્લ્સ સ્કૂલ સહિતની શાળાઓની મુલાકાત લીધી. દરેક પરીક્ષાર્થીને વ્યક્તિગત રીતે બોલપેન આપવામાં આવી. વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલાં માતા-પિતા અને ભગવાનના આશીર્વાદ લઈને પરીક્ષા કેન્દ્રો પર પહોંચે છે. આ વખતે તેમને પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થયા. વિદ્યાર્થીઓએ સોમનાથ મહાદેવનો આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.








