રેશનકાર્ડના e-KYC થી ભવિષ્યમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સરળતાથી લાભાર્થીઓ લઇ શકે તે માટે તમામ રેશનકાર્ડ ધારકોએ કુટુંબના તમામ સભ્યોનું વ્યક્તિગત ઓળખની ખરાઇ માટે e-KYC કરાવવું જરૂરી બન્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર
.
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું કે, જિલ્લા કલેકટર મિહિર પટેલની રાહબારી હેઠળ જિલ્લામાં યુદ્ધના ધોરણે ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે બાકી રહેતા લાભાર્થીઓ પણ સત્વરે પોતાનું ઈ-કેવાયસી કરાવી લેવા તંત્ર તરફથી અનુરોધ કરાયો છે. જિલ્લામાં 12 ડિસેમ્બર 2024ની સ્થિતિએ 10 લાખથી વધુ રજીસ્ટ્રેશન વી.સી.ઈ કક્ષાએ, 1.49 લાખથી વધુ રજીસ્ટ્રેશન પી.ડી.એસ મારફત જ્યારે 7.64 લાખથી વધુ ઈ કેવાયસી રજીસ્ટ્રેશન માય રેશન એપ્લિકેશન મારફત મળીને કુલ 20,077,27 ઈ- કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યાં છે.
રેશનકાર્ડ ધારક 4 રીતે e-KYC કરાવી શકે છે. ઘરે બેઠાં “My Ration” Mobile Application થી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે. ગ્રામ્ય સ્તરે ઇ-ગ્રામ કેન્દ્રમાં V.C.E. મારફત, તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરીમાં રૂબરૂ જઇને, સરકાર માન્ય વાજબી ભાવની દુકાને રૂબરૂ જઇને e-KYC કરાવી શકાય છે. e-KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઇલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો આપવાની રહે છે. કોઇ દસ્તાવેજની ઝેરોક્ષ કોપીની જરૂર નથી. E-KYC કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી. રેશનકાર્ડ ધારકે પોતાની કોઇપણ ખાનગી માહિતી અન્ય ત્રાહિત વ્યક્તિને આપવી નહીં