ભાવનગર એસઓજી પોલીસે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસમાં નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી છે.
.
પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન એએસઆઈ જયરાજસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ રાઘવેન્દ્રસિંહ ગોહિલને બાતમી મળી હતી. બાતમીના આધારે ટીમે ગણેશગઢના પાટીયા પાસેથી આરોપી જયરાજસિંહ દિલીપસિંહ ગોહિલ (ઉંમર 32)ની ધરપકડ કરી છે. આરોપી ભાવનગરના અનંતવાડી વિસ્તારના રમાબાગમાં રહે છે.
આ કેસ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઇ), 116(બી) અને 98(2) હેઠળ ગુનો નોંધાયેલો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.