ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના 46માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું હતું. આ સંમેલન ભરૂચ વિધાનસભા ક્ષેત્ર 153માં એમ.કે. કોલેજ સામે આવેલા આત્મીય ભવનમાં આયોજિત કરવામાં આવ્યું હતું.
.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરાના પૂર્વ મેયર અને પૂર્વ સાંસદ રંજન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓ સાથે પાર્ટીની સંઘર્ષ યાત્રા અને વિકાસ અંગે સંવાદ કર્યો હતો.આ પ્રસંગે નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ પ્રકાશ મોદીનું ખેસ અને હાર પહેરાવી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
વિધાનસભા ક્ષેત્ર 153ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી.કાર્યક્રમમાં દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, પૂર્વ કેબિનેટ મંત્રી ખુમાનસિંહ વાસીયા તેમજ ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

