અમરેલીના સાવરકુંડલા શહેરમાં શહેર ભાજપ મહામંત્રી રાજેશ નાગ્રેચા, વેપારી જગદીશ માધવાણી, તેજસ રાઠોડ પર કેબિન મુકવાની બાબતે લોહાણા સમાજની વાડી પાસે બોલાચાલી બાદ કેટલાક શખ્સોએ હુમલો કર્યા હતો. જેને પગલે આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે હિન્દૂ સંગઠ
.
સાવરકુંડલા શહેરમાં હુમલાની ઘટનાના ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. આજે પોલીસે ઘટનાની ગંભીરતા સમજી લુહાણા સમાજની વાડી પાસે ઘટના બની તે સ્થળે આરોપીઓને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું. સેન્સેટિવ વિસ્તાર હોવાને કારણે ફોર્સ બોલાવી પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીએ કેવી રીતે હુમલો કર્યો સહિત માહિતી મેળવી નિવેદન લેવામાં આવ્યા હતા, એ.એસ.પી.વલય વૈદ્ય, ધારી એ.એસ.પી.જયવીર ગઢવી, સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ પી.આઈ.ટીમ, સાવરકુંડલા ટાઉન અને રુલર પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે બંદોબસ્ત ગોઠવ્યો હતો.
સાવરકુંડલા ડીવીઝન એ.એસ.પી.વલય વૈદ્યે જણાવ્યું કે, કોઈ પણ ગુનો બનતો હોય છે તે ગુનાની તપાસ માટે રિકન્ટ્રક્શન કરવામાં આવે છે. તેમાં હથિયારનો ઉપયોગ કર્યો છે તો તે ક્યાં સંતાડવામાં આવ્યું છે તે આરોપીને ખબર હોય છે. કાયદોવ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.