બોટાદ શહેરમાં રહેતા અને સાંદિપની વિદ્યાલયના સંચાલક હરેશભાઈ ધાંધલ અને તેમના મિત્ર સર્કલ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને બાળકોને ફટાકડા અને મીઠાઈનું વિતરણ કરીને દિવાળી પર્વની ઉજવણી કી હતી.
.
હરેશભાઈ ધાંધલના ઘરે આજથી પંદર વર્ષ પહેલાં દિકરીનો જન્મ થયો ત્યારે હરેશભાઈને વિચાર આવ્યો કે, આપણા બાળકો તો તહેવારોની ઉજવણી કરે છે, પરંતુ નાના અને પછાત લોકો તહેવારોની ઉજવણી કરી શકતા નથી. જેથી ત્યારે તેઓએ સંકલ્પ લીધો કે દર વર્ષે દિવાળી પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા અને મીઠાઈ આપીને દિવાળીની ઉજવણી કરીશે. જે હરેશભાઈ ધાંધલ છેલ્લાં પંદર વર્ષથી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોને ફટાકડા અને મીઠાઈ વિતરણ કરીને બાળકો સાથે દિવાળીની ઉજવણી કરે છે.