પોરબંદરની એક ખાનગી હોટેલમાં ચાઇઝિક શેફ તરીકે કામ કરતા પરપ્રાંતીય યુવાને તેમની ગર્લફ્રેન્ડ સાથે કોલમાં ઝગડો થયા બાદ ઝેરી દવા પી લીધી હતી.આ ઘટના બાદ યુવકને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ ઘટના બાદ યુવકના મૃતદેહ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોરબંદરની એક ખાનગી હોટેલમાં નેપાળ પંથકમાંથી દરજી બિકાસ ચાબીલાલ(ઉ.30)નામનો યુવાન ચાઈનીઝ શેફ તરીકે કામ કરતો હતો.આ યુવાનને તેમની નેપાળ સ્થિત ગર્લફ્રેન્ડ સાથે કોલમાં ઝગડો થયા બાદ વાઘેશ્વરી પ્લોટમાં તેમના રહેણાંક સ્થળે ઝેરી દવા પી લીધી હતી.આ ઘટના બાદ યુવાનને પ્રથમ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો જ્યાં યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું.આ ઘટના બાદ યુવકના મૃતદેહ પી.એમ.માટે સરકારી હોસ્પિટલના પી.એમ.રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ ઘટના બાદ કમલાબાગ પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Source link