રાજ્યમાં હવામના વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા ફરી એકવાર શિત લહેરની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે આગાહી મુજબ જ મહીસાગર જિલ્લામાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. થોડા દિવસ
.
મહીસાગર જિલ્લામાં મંગળવાર રાત્રિથી ઠંડીનો પારો ગગડયો છે. જિલ્લામાં મહત્તમ તાપમાન 23 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીએ પોહચ્યું છે. એટલે કે મહત્તમ અને લઘુત્તમ બન્નેમાં ઘટાડો નોંધાતા ફરી એકવાર લોકો ઠંડીમાં ઠુઠવાયા છે. જિલ્લા મથક લુણાવાડા શહેર તેમજ તાલુકાઓમાં લોકો રાત્રી અને સવારે ઠંડીથી રાહત મેળવવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈ ઘરની બહાર નીકળી રહ્યા છે. ઠંડીમાં થતાં વધારાના કારણે ગરમ વસ્ત્રોની દુકાનો પર પણ લોકોની ગરમ વસ્ત્રો ખરીધા ભીડ જોવા મળી રહી છે. ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે શિયાળામાં વધુ ઠંડી અને ઝાકળ વર્ષામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.