22મીએ 1008 બાળશ્રીરામ વર્લ્ડ રેકોર્ડ બનાવશે
.
રાજકોટમાં 22મી જાન્યુઆરીએ 1008 બાળકો શ્રીરામ બની વર્લ્ડ રેકોર્ડ બનાવશે. અયોધ્યા રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થતાં અટલ સરોવર પર 9 દિવસયી ભવ્ય ઉજવણી કરાશે. અટલ સરોવર પર 1500 ફૂટમાં રામમય માહોલ ઉભો કરી દેવાયો છે.
વડોદરામાં ત્રણ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત
વડોદરા જિલ્લામાં ત્રણ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નિપજ્યાં. અમદાવાદ-મુંબઈ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થતાં સ્થાનિકોએ ચક્કજામ કરતા વાહનોની પાંચ કિલોમીટર લાંબી લાઈનો લાગી. પોલીસે વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો.
IPS અધિકારી શમશેરસિંહ BSFમાં ADGP બન્યા
ગુજરાતના IPS અધિકારી શમશેર સિંઘને કેન્દ્રમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. શમશેર સિંઘને BSFમાં ADGP બનાવવામાં આવ્યા છે. શમશેર સિંઘ માર્ચ 2026 સુધી આ પદ પર રહેશે.
કોલ્ડ પ્લેની ટીકીટની કાળાબજારી કરતો યુવક ઝડપાયો
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરતા શખ્સની 6 ટિકિટ સાથે ધરપકડ કરાઈ. યુવક 2500ની ટીકીટ 10 હજાર અને 4500ની ટીકીટ 15 હજારમાં વેચવાનો હતો.
ધારાસભ્ય કેશાજી ચૌહાણે આપ્યું સ્થાનિકોની માગને સમર્થન
ધારાસભ્ય કેશાજી ચૌહાણે દિયોદરને નવો જિલ્લો બનાવી તેનું નામ ઓગડ રાખવાની સ્થાનિકોની માગને સમર્થન આપ્યું..
કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલને 10 દિવસના રિમાન્ડ પર મોકલાયો..પોલીસે કાર્તિક પટેલના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી..( 65 દિવસથી નાસતો ફરતો કાર્તિક પટેલ 17મીએ મોડી રાત્રે ઝડપાયો હતો.. )
ઘરના આંગણામાં સૂતેલા લોકો પર દીપડાનો હુમલો
ગીર ગઢડાના કોદિયા ગામમાં દીપડાનો હુમલામાં એકનું મોત નીપજ્યું.. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો.. ઘરના આંગણામાં સુઈ રહેલા બે લોકો પર દીપડાએ મોડી રાત્રે હુમલો કર્યો હતો..