વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલના નિવાસે ધુળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી કમલેશ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડીજે
.
હોળીના સાત રંગોનું રાજકીય મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું કે વલસાડ લોકસભા બેઠક હેઠળ સાત વિધાનસભા બેઠકો આવે છે. આ પૈકી છ બેઠકો પર ભાજપનો કબજો છે, જ્યારે વાંસદા બેઠક કોંગ્રેસ પાસે છે. ધવલ પટેલે આગામી વિધાનસભા ચૂંટણીમાં વાંસદા બેઠક પર પણ ભગવો લહેરાવવાનો સંકલ્પ કાર્યકરો વતી લીધો હતો. તેમણે કાર્યકરોને ગત વર્ષના મતભેદો ભૂલીને એકજૂથ થઈને કામ કરવા હાકલ કરી હતી.




