મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ યુત ક્રિસ જેન્કીન્સ OBEએ ગાંધીનગરમાં લીધી હતી. CM સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠક દરમિયાન તેમણે રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં ભારતમાં યોજાનારા ઇન્ટરનેશન
.
ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્ડિયાના આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યા ગુજરાતમાં પીએમ નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જે સસ્ટેઈનેબલ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે તેનો મહત્તમ લાભ યુવા ખેલાડીઓ સહિત ખેલકૂદ પ્રતિભાઓને મળે છે, તેની ભૂમિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી. ફક્ત એટલું જ નહિ, વડાપ્રધાનના નેતૃત્વમાં ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્ડિયા જેવા વિરાટ આયોજન સફળતાપૂર્વક પાર પડ્યા છે તે અંગે પણ કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટને તેમણે માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાત-2025માં કોમનવેલ્થ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સ તેમજ 2028માં અંડર 20 એથલેટીક્સ ચેમ્પિયનશિપ્સ અને 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેઈમ્સ જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક રમત સ્પર્ધાઓના આયોજન માટે સજ્જ થઈ રહ્યું છે તે અંગે પણ વાતચીત કરી હતી.
સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ ને વધુ ઉપયોગ મુખ્યમંત્રી સાથેની આ બેઠક દરમિયાન કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ યુત ક્રિસ જેન્કીન્સે પણ કોમનવેલ્થ ગેઈમ્સના 2026-2030ના રોડમેપ તથા ગેઈમ્સ રિસેટ ફ્રેમવર્કની જાણકારી આપી હતી. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રમત ગમત સ્પર્ધાના યજમાન રાષ્ટ્રને ઓછું નાણાંકીય ભારણ આવે તથા નાણાંકીય સ્થિરતા મળે તે માટે જે-તે રાષ્ટ્રના હયાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ ને વધુ ઉપયોગ રમતોના આયોજનો માટે કરવાની નેમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરની વિરાટ રમતોના આયોજનોમાં કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના અનુભવ જ્ઞાનના સહયોગથી સાથે મળીને કામ કરવાની તત્પરતા પણ આ મુલાકાત બેઠકમાં દર્શાવી હતી. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ નિનામા તથા સચિવ વાળા વગેરે પણ આ શુભેચ્છા મુલાકાત બેઠકમાં જોડાયા હતા.