વડોદરાની માઉન્ટ એવરેસ્ટ વિજેતા દીકરી નિશાકુમારી અને તેના માર્ગદર્શક નિલેશ બારોટનું, વડોદરાથી લંડનનો સફળ સાયકલ અને મોટર પ્રવાસ પૂરો કરીને પરત આવતા ઊર્મિ સ્કૂલ ખાતે બી.આર.જી. પરિવાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિજ્ઞાસુ વિદ્યાર્થીઓએ આ
.
પેરાસીટામોલની એક ગોળી લેવાની પણ જરૂર ના પડી નિશા કુમારીએ જણાવ્યું હતું કે, અત્યંત વિષમ હવામાન વચ્ચે 16,000થી વધુ કિલોમીટરના પ્રવાસ દરમિયાન પેરાસીટામોલની એક ગોળી લેવાની પણ જરૂર ના પડી એ ઇશ્વરની કૃપા જ ગણાય. તેણે કહ્યું કે, ડગલે ને પગલે મુસીબતો અને પડકારો આવ્યા છતાં એક ઘડી પણ અમે હિંમત હાર્યા નથી. ક્યારેય પ્રવાસ અધૂરો છોડવાનો વિચાર ના કર્યો. અમે પોઝિટિવ અભિગમ રાખ્યો તો અમને અજાણ્યા લોકોએ પણ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો.
પ્રવાસના 16 દેશોમાં મોટેભાગે બિનશાકહારી ભોજન નિશા અને તેના માર્ગદર્શક નિલેશભાઈ ચુસ્ત શાકાહારી છે. પ્રવાસના 16 દેશોમાં મોટેભાગે બિનશાકહારી ભોજન ઉપલબ્ધ હોય એટલે પ્રવાસ દરમિયાન જાતે રાંધીને ખીચડી અને ફળો, શાકભાજીના સલાડનો ઉપયોગ કર્યો.એમનું કહેવું છે કે તેના લીધે સ્વાસ્થ્ય સારું જળવાયું.
અમારી પાસે કોઈ પ્લાન બી નથી નો અભિગમ રાખ્યો નિલેશભાઇએ જણાવ્યું કે, અમે અમારી પાસે કોઈ પ્લાન બી એટલે કે વિકલ્પ ઉપલબ્ધ જ નથી એવો અભિગમ રાખ્યો એટલે પ્રત્યેક પડકારનો ઉકેલ મળ્યો. પ્રવાસ માર્ગમાં ભાષા અને ભોજન ભેદ, વિઝા અને તેના દસ્તાવેજો રજુ કરવા, વિષમ વાતાવરણ જેવી તકલીફો પડી પરંતુ, અમે ડગ્યા વગર આગળ વધ્યા. આ પ્રવાસનો આશય વિશ્વના દેશોમાં પર્યાવરણની કાળજી લઈ મોસમ પરિવર્તન-ક્લાઈમેટ ચેન્જનો મુકાબલો કરવાનો સંદેશ આપવાનો હતો. આ હેતુ સિદ્ધ કરવા લોક સહયોગથી વિવિધ સ્થળોએ એક હજારથી વધુ રોપા વાવ્યા અને લોકોને વૃક્ષ ઉછેરનો સંકલ્પ લેવડાવ્યો.

ક્યાંક રેતીના તો ક્યાંક બરફના તોફાનો વેઠ્યા 16 દેશોના પ્રવાસ દરમિયાન એમણે અનુભવ્યું કે, લગભગ તમામ દેશોમાં ક્લાઈમેટ ચેન્જનો પ્રભાવ જોવા મળે છે. રશિયા સહિતના યુરોપના દેશોમાં બરફ વર્ષા ઘટી છે. આ અસરોથી બચવા ક્લાઈમેટ ચેન્જ અટકાવવા આદતો બદલવાની જરૂર છે. રશિયામાં -19થી -22 ડિગ્રીની ઠંડી સહન કરી તો 400થી વધુ કિલોમીટરના રણ પ્રવાસમાં રેતીના તોફાનો અને અન્ય સ્થળોએ બરફના તોફાનો વેઠયા. એક જગ્યાએ તો રાત્રીના સમયે ઝાંખા અજવાળામાં રાત્રી રોકાણ કર્યું. સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે, આ તો કબ્રસ્તાન હતું!
જ્યાંથી પ્રવાસ શરુ કર્યો ત્યાં જ પૂરો કર્યો બી.આર. જી.પરીવાર વતી રાધિકા નાયરે પ્રવાસીઓનું મોમેન્ટો અને શાલ આપીને સન્માન કર્યું હતું. તેમણે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, નિશા અને નિલેશભાઇએ ઊર્મિ સ્કૂલના પ્રાંગણમાંથી પ્રવાસ શરૂ કર્યો અને આજે એ જ સ્થળે પ્રવાસ પૂરો કર્યો તેનો આગવો આનંદ છે.

પ્રવાસીઓને સત્કાર સમારંભ યોજીને આવકાર્યા હતા નિશા અને નિલેશભાઈએ ભારત સરકારના વિદેશ મંત્રાલય અને દરેક દેશમાં ભારતીય રાજદૂતાવાસો આપેલા ઉષ્માભર્યા સહયોગ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઊર્મિ સ્કૂલ ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ અને મહિલા ઉદ્યોગ સાહસિક જિયા શૈલેષ સ્વાગતમાં જોડાયા હતા. અમદાવાદ ખાતે સામાજિક કાર્યકર પ્રવીણ સિંધીએ પ્રવાસીઓને સત્કાર સમારંભ યોજીને આવકાર્યા હતા.