વંથલી તાલુકામાં ઘણા સમયથી ડીએપી ખાતરની અછતને લીધે ખેડૂતો ઘઉં તેમજ શિયાળુ પાકનું વાવેતર કરી શક્યા નથી અને ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકશાન થયું હોય તેના સર્વે કરાયા બાદ હજી સુધી વળતરની ચુકવણી કરાઇ નથી. ખેડૂતોની વેદનાને વાચા આપી સરકારમાં આ વાત પહોચાડવા અને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા આજ રોજ પ્રાંત ઓફિસ ખાતે વંથલીના ખેડૂત આગેવાન અજય વાણવી, સિરાજ વાજા તેમજ આગેવાનો દ્વારા આવેદન પાઠવાયું હતું. } તસવીર – ધનેશ રાચ્છ અછતને લઈ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શક્યા નથી
Source link