મહાશિવરાત્રિના પાવન પર્વ પર સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવનાર છે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર “25₹ બિલ્વ પૂજા સેવા” પ્રારંભ કરી છે. બિ
.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા 2 વર્ષથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી અને શ્રાવણના પર્વ પર ભક્તો માટે શરૂ થયેલી આ વિશેષ બિલ્વપૂજામાં અત્યાર સુધીમાં 4.50 લાખ જેટલા પરિવારે આ પૂજાનો લાભ લીધો છે.
પૂજા બાદ પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મળશે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી પ્રારંભ કરવામાં આી છે “માત્ર 25₹ બિલ્વ પૂજા સેવા”. ત્યારે મહાશિવરાત્રિ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને 25₹ની ન્યોછાવર રાશિથી બીલીપત્ર પૂજનના પુણ્યઅર્જનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોના આપેલા એડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે.
ભક્તો માત્ર રૂ.25માં ઘેરબેઠાં બિલ્વ પૂજા કરી શકશે
ભાવિકો મહાશિવરાત્રિની સવાર સુધી બિલ્વ પૂજા નોંધાવી શકશે મહાશિવરાત્રી પર સોમામથ ટ્રસ્ટની આ આઇકોનિક 25₹ બિલ્વપૂજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિની સવાર સુધી આ બિલ્વ પૂજા ભાવિકો નોંધાવી શકશે. ત્યારે આ અદ્ભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ somnath.org અથવા આપેલો QR કોડ સ્કેન કરીને બુક થઈ શકશે. આ બિલ્વાર્ચન પૂજારી દ્વારા સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવશે.

https://somnath.org પર બિલ્વ પૂજા નોંધાવી શકાશે.
શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતા કેહવાયું છે કે, त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम। त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥ શિવજીને ત્રણ પર્ણવાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મના પાપો નાશ પામે છે.

ભક્તો ઘેરબેઠાં કરી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા અગાઉ 2 વર્ષથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી અને શ્રાવણના પર્વે ભક્તો માટે આ વિશેષ બિલ્વપૂજા સેવા શરૂ કરવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમી પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં 4.50 લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી છે. આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ અને ભસ્મ પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલા સરનામા પર મોકલવામાં આવ્યા છે.

સમુદ્ર કિનારે સ્થિત સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર
ભક્તોને બિલ્વપૂજાના યુટ્ચુબ-ફેસબુકના માધ્યમથી લાઇવ દર્શન કરાવાશે શ્રી સોમનાથ ટ્રસ્ટ તમામ ભક્તોને બિલ્વપૂજાના યુટ્ચુબ અને ફેસબુકના માધ્યમથી લાઇવ દર્શન કરાવશે. ત્યારે મહાશિવરાત્રિ 2025 પર શ્રી સોમામથ ટ્રસ્ટની આ આઇકોનિક માત્ર 25₹ બિલ્વપૂજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અદ્ભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ somnath.org અથવા સ્ક્રીન પર આપેલા QR કોડ સ્કેન કરીને બુક થઈ શકશે.

આ અદ્ભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સ્ક્રીન પર આપેલો QR કોડ સ્કેન કરો

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ.