નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં કોન્ટ્રાક્ટ ઉપર લેવાતા કોમ્પ્યુટર ઓપરેટરો અને સાથી શિક્ષક સહાયક શિક્ષકોનો દિવાળી ટાણે કોન્ટ્રાક્ટ સમાપ્ત થતાં છૂટા કરાયા છે જેના કારણે કર્મચારીઓમાં ભારે નારાજગી છે.
.
સમિતિની શાળામાં મુખ્ય શિક્ષકોના વહીવટી કાર્યોની સહાયતા માટે ડેટા ઓપરેટરોની વિશેષ જોગવાઈ ઊભી કરાઈ છે.રાજયની અન્ય કોઈ પણ સમિતિમાં આ પ્રકારના ડેટા ઓપરેટરો અપાતા નથી. સુરત પાલિકાએ આ વિશેષ જોગવાઈ કરી છે, હાલ સમિતિમાં 150 જેટલાં કોમ્પ્યુટર ઓપરેટરો અને એટલાં જ સાથી શિક્ષકો છે. આ કર્મીઓને છૂટા કરાયા બાદ હવે ફરીથી કયાંરે નિમણૂંક અપાશે એની ચિંતા કર્મીઓ ફેલાવા પામી છે.