ચાવી લગાવીને સ્ટાર્ટ નહીં થતાં
ગાંધીનગર : જે પોષતું તે મારતું એ ઉક્તને સાર્થક કરતા કિસ્સામાં સેક્ટર
૬માં ચાવી લગાવીને સ્ટાર્ટ નહીં થવાના કારણે ટ્રેક્ટર ડાયરેક્ટ ચાલુ કરી દેતાં
તેની નીચે કચડાઇ જવાથી ડ્રાઇવરનું મૃત્યુ થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. પોલીસ
દ્વારા અકસ્મતાના આ બનાવ સંબંધમાં મૃતકના ભાઇની જ ફરિયાદ નોંધીને ધોરણસરની
કાર્યવાહી કરવામાં આવી હતી.
સેક્ટર ૬માં સત્યાગ્રહ છાવણી પાસે બનેલા આ બનાવમાં મુળ દાહોદ
જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા બોરીદા ગામના વતની અને હાલ ગાંધીનગરમાં ટ્રેક્ટર ડ્રાઇવર
તરીકે કામ કરીને રોજગારી રળતા ૪૭ વષય સુરેશ મગનભાઇ તાવીયાડ નામના પ્રૌઢનું મૃત્યુ થયુ
હતું. પોલીસ સુત્રોના જણાવવા પ્રમાણે આ બનાવ સંબંધે મૃતકના ભાઇ દિલીપ તાવીયાડની ફરિયાદ
નોંધવામાં આવી હતી. ઉલ્લેખનિય રહેશ કે નિસંતાન એવા મૃતક સુરેશની પત્નીનું પણ ૧૦ વર્ષ
પહેલા અવસાન થયુ હતું. ગત સાંજે આ બનાવ બન્યો ત્યારે સુરેશે ચાવી લગાવવાથી સ્ટાર્ટ
નહી થઇ રહેલા ટ્રેક્ટરને હેન્ડ બ્રેક લગાવ્યા વગર જ ટ્રેક્ટરની નીચે જઇને ડાયરેક્ટ
ચાલુ કરી દેતાં આ બનાવ બન્યો હતો.