વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનના માળખામાં ધરખમ ફેરફારના સંકેત મળી રહ્યા છે. આ સંકેત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા જ આપવામાં આવ્યા છે. આજે વાવની બેઠક બાદ સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે મંચ પરથી સંગઠનના ફે
.
ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે! ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે સીઆર પાટીલની વર્ણી થઈ ગયા બાદ 3 વર્ષ માટે તેમને પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી હતી, પરંતુ ભાજપના બંધારણ મુજબ 3 વર્ષ બાદ પણ તેમને વધુ કામ કરવાની પ્રદેશ અધ્યક્ષ તરીકે તક મળી હતી. તેમના નેતૃત્વમાં ભાજપને વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશનમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને ભવ્ય વિજય અપાવ્યો હતો. ખાસ કરીને ગત વિધાનસભામાં જે પ્રકારે સી.આર પાટીલના નેતૃત્વમાં ભાજપે જીત હાસલ કરી તે અત્યાર સુધીના રહેલા પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં મળેલી સૌથી મોટી જીત હતી. જેને કારણે સી.આર. પાટીલનું સંગઠનાત્મક રીતે પણ પાર્ટીમાં ખૂબ જ મહત્ત્વ વધી ગયું છે. જોકે, હવે જાણે લોકસભાની ચૂંટણી બાદ વાવની પેટા ચૂંટણીની રાહ જોવામાં આવી રહી હતી તેમ હવે ભાજપના પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારની જાહેરાત ટૂંક સમયમાં થવા જઈ રહી છે.
આ પણ વાંચો:- પાવરની વાત કરનારા માવજી પટેલને પાટીલનો ટોણો
મેં બે વાર રજૂઆત કરી કોઈને જવાબદારી સોંપવી જોઇએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કહ્યું કે, મેં કહ્યું કે મારી વિદાય વસમી બનાવવાને બદલે જીત સાથે આ વિદાય નક્કી કરી એના માટે પણ કાર્યકર્તાઓનો આભાર પણ માનું છે. મને હતું કે વાવ જો ગુમાવીએ તો પ્રદેશ અધ્યક્ષ પદેથી હટીએ તો વાવ આપણા હૃદયમાં કાંટાની જેમ વાગ્યા કરે, પણ એ કાંટો ના વાગે એની ચિંતા કરવાવાળા આવા લાખો કાર્યકર્તા હોયને તો એ ક્યારે સંભવ ન બને અને જીત નિશ્ચિત થઈ જાય.
નવા યુવાનો સાથે આપણે આગળ વધવાની છીએ વધુમાં તેમણે કહ્યું કે, હું પોતે મારા 4 વર્ષના કાર્યકાળમાં કહેતો આવ્યો લગભગ હવે સાડા ચાર હવે તો થઈ ગયા. એક વ્યક્તિ એક હોદ્દો. એક ઘરમાં એક હોદ્દો. આજે હું તમારી સામે ઉભો છું. ત્રણ હોદ્દા લઈને બેઠો છું. સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું. મેં બે વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઇએ. પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે. ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને મળી છે. એટલે નવી નવી જવાબદારીઓ સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાની છીએ. જેમને તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન આપું છે અને જેમને મારી સાથે કામ કર્યું તે બધાનો આભાર પણ વ્યક્ત કરું છું.