તરસાલી-ધનિયાવી પાસે ભંગારના ગોડાઉનમાં બપોરે 3 કલાકે આગ લાગી હતી. જેના ધુમાડા 5 કિમી સુધી મળ્યા હતા. આ અંગે જાણ કરાતાં ફાયરબ્રિગેડે પહોંચી 3 કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. સાંજે 7 વાગ્યા સુધી કૂલિંગની પ્રક્રિયા કરાઇ હતી. ધનિયાવી પાસે ભંગારના ગોડાઉનમાં કંપની વેસ્ટ, પૂઠાં અને કચરો ભેગો કરેલો હતો. જેમાં બપોરે એકાએક કોઇ કારણોસર આગ લાગી હતી. પૂઠા અને કચરાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કાગળ, પૂઠાં, પ્લાસ્ટિક આગમાં ખાખ થઇ ગયાં હતાં. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતાં જીઆઇડીસી અને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પાણીનો સતત મારો ચલાવી 3 કલાકની જહેમતે આગ કાબૂમાં આવી હતી.
Source link