ગાંધીધામના આદિપુરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ એકજ રાત્રીના આગ લાગવાની વિભીન્ન ઘટનાઓ બની હતી. જેમાં કુલ છ કેબિનોમાં આગ લાગી જતા તે ભસ્મીભુત થઈ ગઈ હતી. આખરે એકજ રાતના અલગ અલગ સ્થળોએ કેબિનોમાં કેમ આગ લાગી શકે તે અંગે પ્રશ્નો ઉઠવા પામ્યા છે.
.
નગરપાલિકાના સુત્રોએ જણાવ્યું કે 25/10ની રાત્રીના સવા એક વાગે આદિપુર બસ સ્ટેશનની સામે ચાની કેબીનમાં આગ લાગી હતી. જેમાં એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ તેના પર સંપુર્ણ અંકુશ આવી શક્યો હતો. તો આદિપુર બસ સ્ટેશનની બાજુમાં આવેલી બે કેબીનમાં સવારે 7:45ના આગ લાગી હતી, તેમાં પણ એકાદ કલાકના પ્રયાસો બાદ આગ કાબુમાં આવી હતી. તો આવીજ રીતે આદિપુરનાજ ચારવાડી વિસ્તારની લાઈનમાં ત્રણ કેબીનને આગની જ્વાળાઓ ઘેરી વડી હતી. જ્યાં સવારના 10:20 વાગ્યે નગરપાલિકાનું અગ્નીશમન દળ પહોંચીને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, જ્યાં પણ કલાકેક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ ત્રણેય અલાયદી આગની ઘટનાઓમાં નગરપાલિકાના અગ્નીશમન દળે નોંધપાત્ર ભુમીકા ભજવી આગને કાબુમાં લાવી હતી. પરંતુ આગ કઈ રીતે લાગી તે અંગે વિવિધ મતમતાંતરો પ્રવર્તી રહ્યા છે. એક દાવા અનુસાર ફટાકડાથી બાવળોમાં આગ લાગ્યા બાદ તે કેબીનોમાં ફેલાઈ હતી. તો બીજા દાવાઓ અનુસાર તેમાં કેટલાક અસામાજિક તત્વોની ટીખળ પણ સંભવ છે.