મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં શારીરિક શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સિદસર ખાતે આગામી તા.29 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન યુનિવર્સિટીનો 44મો “ભાવોત્સવ : 2024-25” આંતર કોલેજ ખેલકુદ મહોત્સવ યોજાશે. જે
.
આ ખેલકુદ મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ કા.કુલપતિડૉ.એમ.એમ.ત્રિવેદીનાં અધ્યક્ષ સ્થાને તા.30 નવેમ્બરને શનિવારે સવારે 9.30 કલાકે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સિદસર ખાતે યોજાશે.જેમાં ડૉ.ચેતનભાઈ ત્રિવેદી (કા.કુલપતિ,ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી) ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહી ખેલકુદ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે તથા ભાવનગરના મ્યુ. કમિશનર સુજીતકુમાર (IAS) અને યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષમાં ડૉ.એચ.એલ.ચાવડા ( યુનિ. સમાજશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ ), ડૉ.ગિરીશભાઇ પટેલ (ડીન,હોમિયોપેથીક ફેકલ્ટી) તથા મુળરાજસિંહ ચુડાસમા ( સેક્રેટરી, ગુજરાત ફુટબોલ એસોસિએશન) ઉપસ્થિત રહેશે.આ ખેલકુદ મહોત્સવનો સમાપન સમારોહ કુલપતિ ડૉ.એમ.એમ.ત્રિવેદીનાં અધ્યક્ષ સ્થાને તા.1 ડિસેમ્બરને રવિવારે બપોરે 3 કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સિદસર ખાતે યોજાશે.જેમાં ડૉ.મુકેશભાઇ પટેલ (ડિરેક્ટર,ફિઝીકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ) અને એલ.પી.બારૈયા (સિનિયર કોચ) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે જ્યારે અતિથિ વિશેષમાં ડૉ.ડી.આર. ગોધાણી ( યુનિ.ના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય) ,ડૉ.કે.બી.કોકંણી (બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય), નિશીથભાઈ મહેતા(માઇક્રોસાઇન) અને ગૌરવભાઈ શેઠ (શેઠ બ્રધર્સ) ઉપસ્થિત રહેશે.