લાઠી તાલુકાના નારાયણનગરમા રહેતી એક યુવતીને તમે કાકાને કેમ ખાવાનુ નથી આપતા કહી ત્રણ શખ્સોએ બોલાચાલી કરી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપતા આ બારામા દામનગર પોલીસ મથકમા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
.
શમાબેન વલ્લભભાઇ ડાભી (ઉ.વ.27) નામની યુવતીએ દામનગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ માતા સાથે ઘરે હતા ત્યારે કિરીટ ઉર્ફે શૈલેષ વલ્લભ ડાભી, પ્રભાબેન કિરીટભાઇ ડાભી અને ભાવિક કિરીટભાઇ ડાભીએ તમે વિનુકાકાને કેમ ખાવા નથી આપતા કહી બોલાચાલી કરી ગાળો આપી લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી અને નિર્લજજ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
જયારે પ્રભાબેન કિરીટભાઇ ડાભીએ વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના સસરાએ બીજા લગ્ન કરેલ હોય અને કાકાજી સસરા અપરિણિત હોય જેઓ તેના સસરાના ઘરે રહેતા હોય અને બિમાર હોવા છતા કોઇ દવાખાને લઇ જતુ ન હોય જેથી તેના પતિ દવાખાને લ ગયા હતા તે મુદે સારૂ ન લાગતા મધુબેન વલ્લભભાઇ ડાભી, શમાબેન વલ્લભભાઇ ડાભીએ બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
3 શખ્સે યુવતીના પરિવારને મારી નાખવાની ધમકી આપી