સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી તા. 29 ડિસેમ્બરના પદવીદાન સમારોહ યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે અને સાથે જ અન્ય વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામા આવશ
.
ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષની શરૂઆતમાં કુલપતિ ડૉ. નીલાંબરી દવે દ્વારા 10મી માર્ચ 58મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલના હસ્તે 141 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને રોકડ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે જ 43,959 વિદ્યાર્થીઓને પદવી આપવામા આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 43,959 દિક્ષાર્થીઓને પદવીઓ, 141 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવી હતી. 58મા પદવીદાન સમારોહમાં 14 વિદ્યાશાખાના 122 વિદ્યાર્થીને 141 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
જેમાં દાતાઓ તરફથી 65 ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 76 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. દાતાઓ તરફથી 110 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 124 પ્રાઈઝ મળીને 234 પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવી હતી. આ પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ મેળવનાર 122 દિક્ષાર્થીમાં 44 વિદ્યાર્થી હતા અને 97 વિદ્યાર્થિની હતા. એટલે કે, ગત વખતે ગોલ્ડ મેડલ મેળવવામાં ભાઈઓ કરતા બહેનો આગળ હતા. જેમાં પણ સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ 2 વિદ્યાર્થિની હતા. જેમાં ગોલ્ડ મેડલની કિંમત રૂ. 8,000 તો રોકડ પુરસ્કાર રૂ. 1,500નો આપવામાં આવ્યો હતો.