સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સલાટપુરમાં ખોડીયાર માતાજીના મંદિરે પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી યોજાઈ. વહેલી સવારથી જ સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા. મંદિર ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ મૂળજીભાઈ પટેલના હસ્તે માત
.
આ અવસરે માતાજીને 51 કિલોની વિશેષ કેક અર્પણ કરવામાં આવી હતી, જેનો પ્રસાદ સર્વ ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો. અમદાવાદ, મહેસાણા અને વડોદરા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી, જેમાં માતા-પિતા વિનાની 11 અનાથ કન્યાઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવશે. આ કન્યાઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર સંપૂર્ણ કરિયાવર સાથે લગ્ન કરાવી આપવામાં આવશે.

મંદિર ટ્રસ્ટે આગામી ચૈત્રી નવરાત્રી પર્વની પણ ભવ્ય ઉજવણીની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, હિંમતનગર તાલુકાના હડીયોલ ગામે પણ ખોડિયાર જયંતિની ઉજવણી અંતર્ગત સવારે હવન, બપોરે અને રાત્રે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.
