વલસાડ શહેરમાં મહાવીર જન્મ કલ્યાણ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા વલસાડના મોટા બજારથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રાનું નેતૃત્વ મહારાજ સાહેબ અરહમ પ્રભુ અને મુનિશરત્નસુરી મહારાજ સાહેબના માર્ગદર્શન
.
સ્વાગત કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, સભ્યો, ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. જૈન સમાજના લોકોએ મહાવીર સ્વામીની પ્રતિમાનું પૂજન કર્યું અને મહારાજ સાહેબના વધામણાં કર્યા હતા. શોભાયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વ શાંતિ અને જન કલ્યાણનો રહ્યો હતો. વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી નમસ્કાર મંત્રના જાપ પણ ચાલી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લાના નવ જૈન સંઘોએ એકસાથે ભાગ લીધો હતો.









