Halol Elections: પંચમહાલની હાલોલ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. હાલોલ નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા પૂર્વે જ ભાજપ સત્તામાં આવ્યું છે. ભાજપ 20 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયું છે.
ચૂંટણી અધિકારી દ્વારા 9 વોર્ડની 36 બેઠકો માટે 72માંથી 67 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા, 5 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપના મેન્ડેટ વગરના 4 અને આપનું 1 ફોર્મ સામેલ છે. ત્યારબાદ 15 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા હતા. હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે, હાલોલ નગરપાલિકામાં ભાજપના 20 ઉમેદવારો બિનહરીફ થયા છે. 9 વોર્ડમાંથી 5 વોર્ડમાં ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું છે. કોંગ્રેસ પેનલે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. બીજી તરફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.