Friday, June 20, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home Gujarat

આંકલાવ કોર્ટનો ચુકાદો: આસોદરમાં મહિલા સહિત બે વ્યક્તિઓને લોખંડનો આંકડો મારી, ઈજા પહોંચાડનાર માથાભારે શખ્સને 6 માસની સખત કેદની સજા – Anand News

Divya Sardar by Divya Sardar
November 29, 2024
in Gujarat
247 5
0
આંકલાવ કોર્ટનો ચુકાદો:  આસોદરમાં મહિલા સહિત બે વ્યક્તિઓને લોખંડનો આંકડો મારી, ઈજા પહોંચાડનાર માથાભારે શખ્સને 6 માસની સખત કેદની સજા – Anand News
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp



આંકલાવ તાલુકાના આસોદર ગામમાં રહેતાં એક માથાભારે શખ્સે આઠેક વર્ષ અગાઉ અવરજવરના રસ્તાં બાબતે પાડોશી મહિલા અને એક યુવક ઉપર કોથળા ઉચકવાનો આંકડો મારી ઈજા પહોંચાડી હતી. આ કેસમાં કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 6 મહિનાની સખત કેદની સજા ફટકારી છે.

Related posts

વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત

વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત

June 20, 2025
જાહેરનામુ:  સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News

જાહેરનામુ: સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News

June 20, 2025

.

આંકલાવ તાલુકાના આસોદર ગામમાં આવેલ ગોહેલ ફળીયામાં રહેતાં પુનમભાઈ બાબરભાઈ પરમાર, ભગાભાઈ ઉર્ફે ભગવાનભાઈ રાવજીભાઈ પરમાર, સોનલબેન વિઠ્ઠલભાઈ પરમાર અને સંદિપભાઈ પુનમભાઈ પરમારે આઠ વર્ષ અગાઉ અવરજવરના રસ્તાં બાબતે પાડોશી પરિવાર સાથે ઝઘડો કર્યો હતો અને આ બાજુથી તમારે જવાનો હક્ક નથી, આ દરવાજો કેમ ખુલ્લો રાખેલ છે ? તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. તુતુ… મેમે બાદ આ ઝઘડો ઉગ્ર બન્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલા ભગાભાઈ ઉર્ફે ભગવાનભાઈ રાવજીભાઈ પરમારે હાથમાનો કોથળા ઉચકવાનો આંકડો મારી પાડોશી મહિલા અને યુવકને ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આ અંગે આંકલાવ પોલીસે આ ચારેય વિરૂદ્ધ ઈ.પી.કો કલમ 323, 504, 506(2), 114 તથા જી.પી.એકટની કલમ 135 મુજબનો ગુનો નોંધી, આરોપીઓની અટકાયત કરી હતી. જે બાદ ચાર્જશીટ તૈયાર કરી આંકલાવ કોર્ટમાં દાખલ કરી હતી. આ કેસ આંકલાવના જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ડૉ.અભિનવ મુદ્દગલ ની કોર્ટમાં ચાલ્યો હતો. દરમિયાન ફરીયાદી પક્ષના સરકારી વકીલ એસ.કે.રાવલ દ્વારા 13 મૌખિક પુરાવા અને 9 દસ્તાવેજી પુરાવા રજુ કર્યાં હતાં. સાથે ધારદાર દલીલો પણ કરવામાં આવી હતી. ન્યાયાધીશે બંને પક્ષોની રજુઆતો, દલીલો સાંભળ્યાં બાદ આ ચારેય આરોપીઓ પૈકી પુનમભાઈ બાબરભાઈ પરમાર, સોનલબેન વિઠ્ઠલભાઈ પરમાર અને સંદિપભાઈ પુનમભાઈ પરમારને નિર્દોષ ઠેરવ્યાં છે. જ્યારે, આરોપી ભગાભાઈ ઉર્ફે ભગવાનભાઈ રાવજીભાઈ પરમારને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 248(2) અન્વયે ઈ.પી.કો.કલમ 323 ના ગુનામાં કસુરવાર ઠેરવી 6 માસની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. તેમજ ફરીયાદીને વળતર પેટે 5 હજાર રૂપિયા ચુકવવા ચુકાદામાં ઉલ્લેખ કર્યો છે.



Source link

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત

વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત

June 20, 2025
જાહેરનામુ:  સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News

જાહેરનામુ: સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News

June 20, 2025
વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59  ટકા મતદાન

વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59 ટકા મતદાન

June 20, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • વરસાદી પાણીના કારણે નિકોલ વિસ્તારમાં મધુમાલતી આવાસના એક વ્યકિતનું મોત
  • જાહેરનામુ: સોમનાથ દરિયાના ઉંડા પાણીમાં પ્રવેશ તેમજ સ્નાન કરવા પર પ્રતિબંધ – Gir Somnath (Veraval) News
  • વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અંદાજીત 56.59 ટકા મતદાન

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?