દાહોદ જિલ્લામાં હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આદિવાસી બહુલ વસ્તી ધરાવતા આ જિલ્લામાં હોળીનું વિશેષ મહત્વ છે.
.
દાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઠેર-ઠેર હોળીકા દહન કરવામાં આવ્યું. સ્થાનિક લોકોએ પરંપરાગત રીતે ઢોલ-નગારાના તાલે હોળીના ગીતો ગાયા હતા.
મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં હોળીકા દહનનો કાર્યક્રમ યોજાયો. આદિવાસી સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક આ તહેવારની ઉજવણીમાં ભાગ લીધો. સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની રહ્યું હતું.

