કલોલ : કલોલ નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી અન્વયે મિલકતોને
સીલ મારવાની કામગીરી ચાલી રહી છે જે અન્વયે નગરપાલિકા દ્વારા અગાઉ કેટલીક દુકાનોને
સીલ મારી દીધા હતા ત્યારે નવજીવન મિલ કમ્પાઉન્ડમાં આવેલા ગોલ્ડ પ્લાઝામાં વેરો ન
ભરતા ચાર દુકાનોને સીલ કરી હતી.
કલોલ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ની કામગીરી કરવામાં આવી
રહી છે અને અને વેરો ન ભરતા હોય તેવા
મિલકત ધારકોને નોટિસો પણ આપવામાં આવેલી છે અને નોટિસ પિરિયડમાં વેરો ભરવામાં ન
આવતા તેવા ઘરોના નળના જોડાણ કાપવામાં આવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા અગાઉ પૂર્વ
વિસ્તારમાં બે દુકાનો તથા નવી શાક માર્કેટ પાસે ત્રણ દુકાનો અને જૂના ચોરા પાસે બે
દુકાનો તેમજ નવજીવન મિલ કમ્પાઉન્ડમાં સિટી મોલમાં અલગ અલગ દુકાનોને વેરો ન ભરતા
સીલ મારવામાં આવ્યા હતા ત્યારે નગરપાલિકાએ કામગીરી આગળ વધારતા નવજીવન મિલ
કમ્પાઉન્ડમાં આવેલ ગોલ્ડ પ્લાઝામાં ચાર દુકાનોને સીલ કરી હતી આ દુકાનદારો દ્વારા
નગરપાલિકા નો વેરો ભરવામાં ન આવતા નગરપાલિકા દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા હતા
નગરપાલિકાએ ચાર દુકાનોને સીલ કરી દીધી હતી.